- ચીનને વધુ એક ઝટકો
- સેમસંગે ચીનમાં તેની ટીવી ફેક્ટરી બંધ કરવાનો લીધો નિર્ણય
- નવેમ્બર 2020 માં સેમસંગનું ટીવી પ્રોડક્શન યુનિટ થઈ જશે બંધ
નવી દિલ્લી: દક્ષિણ કોરિયાઈ કંપની સેમસંગે એક મોટું પગલું ભર્યું છે અને ચીનમાં તેની ટીવી ફેક્ટરી બંધ કરવાનો નિર્ણય લીધો છે. નવેમ્બર 2020માં ચીનના તિયાનજિન શહેરમાં સેમસંગનું ટીવી પ્રોડક્શન યુનિટ બંધ થઈ જશે. રિપોર્ટ મુજબ, આ ફેક્ટરીમાં આશરે 300 લોકો કામ કરે છે અને તે ચીનની એકમાત્ર સેમસંગ ટીવી ફેક્ટરી છે, જો કે સેમસંગે કામદારોની સંખ્યા અંગે કોઈ ટિપ્પણી કરી નથી, પરંતુ તેણે ચોક્કસપણે કહ્યું છે કે કેટલાક લોકોને નોકરી પર લેવામાં આવશે.
અગાઉ સેમસંગે ચીનના સુજોમાં એક ઘરેલું ઉપકરણ અને ઝિયાનમાં ચિપ ઉત્પાદન ફેક્ટરી બંધ કરી દીધી હતી. ગયા મહિને જ સેમસંગે તેની ચાઇનીઝ કમ્પ્યુટર ફેક્ટરી બંધ કરવાની જાહેરાત કરી હતી. સેમસંગ ધીમે ધીમે ચીનથી તેના કારોબારને એકીકૃત કરી રહ્યું છે.
આ વર્ષે જૂનમાં સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ દ્વારા તેનું ડિસ્પ્લે પ્રોડક્શન ચીનથી વિયતનામ લઇ જવાના સમાચાર સામે આવ્યા હતા, જો કે સેમસંગે આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
વિયતનામમાં સેમસંગ સૌથી મોટું રોકાણકાર છે. સેમસંગે વિયતનામમાં કુલ 17 અબજ ડોલરનું રોકાણ કર્યું છે, જે લગભગ 1.29 લાખ કરોડ રૂપિયા છે. તાઇવાનની એક રીપોર્ટ મુજબ, સેમસંગ વિયતનામને અન્ય દક્ષિણપૂર્વ એશિયાના દેશોના મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર તરીકે જુએ છે અને તેની વૈશ્વિક સપ્લાય ચેઇનની એક કડી છે.
કોરોનાવાયરસના ફેલાવા બાદ સમગ્ર વિશ્વનો ચીન પરથી વિશ્વાસ ઉઠી ગયો છે અને વિશ્વની મોટી મોટી કંપનીઓ તથા ચીનમાં રોકાણ કરનારા મોટા દેશો પોતાનું રોકાણ પાછું ખેચી રહ્યા છે. ચીને કોરોનાવાયરસના ફેલાવા પર કોઈ દેશની વાત સાંભળી નથી તે વાતથી સમગ્ર દુનિયા જાણકાર છે અને કોરોનાવાયરસના ઉદભવ પર તપાસ થવી જોઈએ તે વાત પર પણ પોતાનો સહકાર આપ્યો ન હતો.
કોરોનાવાયરસના ઉદભવની તપાસની વાત કરતા દેશો સાથે ચીને વેપારીક યુદ્ધ પણ કરી દીધુ છે જે ચીનની કાળી મુરાદ વિશ્વ સમક્ષ મુકી રહી છે. ચીનને આર્થિક રીતે ફટકા પડવાથી તે હાલ બેબાબડું થયું છે અન્ય દેશોની સાથે સંબંધો પણ બગાડી રહ્યું છે.
_Devanshi