- અક્ષય કુમારની ‘સૂર્યવંશી રિપબ્લિક ડે પર થશે રિલીઝ
- ફિલ્મમાં અક્ષય કુમારની સાથે જોવા મળશે કેટરીના કૈફ
- આ ફિલ્મનો વિષય દેશભક્તિ અને આતંકવાદ વિરોધી છે
અમદાવાદ: બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર અને એક્ટ્રેસ કેટરીના કૈફની આગામી ફિલ્મ સૂર્યવંશી રીલીઝ માટે ફરી એકવાર ચર્ચામાં છે. ફિલ્મના રિલીઝ થવાના સમાચાર હતા કે આ ફિલ્મ આ વર્ષે દિવાળીમાં રિલીઝ થશે. પરંતુ હવે તેની રિલીઝ અંગે નવા સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે 15 ઓક્ટોબરથી થિયેટરો ખોલવાનું કહ્યું છે. જે બાદ સમાચાર હતા કે આ ફિલ્મ આ વર્ષે દિવાળી પર રિલીઝ થશે. પરંતુ હવે આ ફિલ્મ આવતા વર્ષે રિપબ્લિક ડે પર રિલીઝ થશે.
ફિલ્મના મેકર્સને લાગે છે કે આ ફિલ્મને રિલીઝ કરવાનો સાચો સમય આવતા વર્ષે આવશે. આ ફિલ્મનો વિષય દેશભક્તિ અને આતંકવાદ વિરોધી છે, જેના કારણે ફિલ્મ સાથે જોડાયેલા મેકર્સ તેને પ્રજાસત્તાક દિવસની નજીક રીલીઝ કરવાનો વિચાર કરી રહ્યા છે. જો આ ફિલ્મ જાન્યુઆરીમાં રિલીઝ થશે,તો તે 2021 માં રિલીઝ થનારી પહેલી ફિલ્મ હશે અને દર્શકો પણ નવા વર્ષની શરૂઆત ‘સૂર્યવંશી’ સાથે કરવાનું પસંદ કરશે. તો,આ ફિલ્મની ટીમ હજી પણ આ ફિલ્મની રજૂઆત પર સંપૂર્ણ રીતે કામ કરી રહી છે.
એક મુલાકાતમાં રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ ગ્રૂપના સીઇઓ શિબાશિષ સરકારે કહ્યું હતું કે,“સૂર્યવંશી આવતા વર્ષે જાન્યુઆરીથી માર્ચની વચ્ચે ગમે ત્યારે રીલીઝ થઇ શકે છે.” “સૂર્યવંશી” ને દિવાળી પર મુલતવી રાખીને હવે આ વર્ષે દિલજીત દોસાંઝ અને મનોજ વાજપેયીની ફિલ્મ ‘સૂરજ પે મંગલ ભારી’ રિલીઝ થશે.
_Devanshi