Site icon hindi.revoi.in

તેલંગાણામાં અમિત શાહની યાત્રા પહેલા જ એરપોર્ટ પર બોમ્બની અફવા

Social Share

ભારતીય જનતા પાર્ટી આજે ફરી એક વાર  સદસ્ય અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે. ગૃહમંત્રી અમિત શાહ તેલંગાણામાં આ કર્યક્રમની શરૂઆત કરવા માટે પહોંચ્યા હતા. આ પહેલા જ્યારે અમિત શાહ રાજીવ ગાંધી આંતરાષ્ટ્રીય હવાઈ મથક પર હતા ત્યારે ઈન્ડિગો ફાલાઈટમાં બોમ્બ હોવાની જાણકારી મળતા અફડાતફડી મચી જવા પામી હતી જો કે બોમ્બ વિશેની માહિતી માત્ર એક અફવા હતી.

  આ વિષય પર ડિસીપી પ્રકાશ રેડ્ડીએ સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે આ બોમ્બ વિશેની જાણ માત્ર એક અફવા છે. વધુમાં આ વિષય પર વાત કરતા કહ્યું કે બોમ્બ વિષેની માહિતી હેદરાબાદથી ચેન્નઈ જતી ફ્લાઈટમાં એક શંકી પ્રેમીએ આપી હતી જ્યારે  વાતની તપાસ કરતા જાણ થઈ કે તે માત્ર અફવા હતી. જ્યારે આ બનાવમાં તેમણે વધુ તપાસ હાથ ધરી હતી અને ઈન્ડિગો ફલાઈટને સમયસર રવાના કરવામાં આવી હતી

ગૃહમંત્રી અમિત શાહ પાર્ટી સદસ્ય અભિયાનનું ઉદ્ધાટન કરવા એક દિવસના પ્રવાસ પર દિલ્હીથી રવાના થઈ ને શમશાબાદ હવાઈ મથક પક બપોરે 2 વાગ્યે પહોંચશે  ત્યાથી તેઓ રંગનાયક તાંડા માટે પ્રસ્થાન કરશે. આ સમય દરમિયાન અમિત શાહ વણજારા સમુદાય સાથે મુલાકાત કરશે ત્યાર બાદ શમશાબાદ જઈને નેતાઓ અને કાર્યકર્તાઓની સભા સંબોધશે.

Exit mobile version