Site icon hindi.revoi.in

આજે ‘બ્લુ મૂન’નો દુર્લભ નજારો જોવા મળશે

Social Share

અમદાવાદ: આજે ‘બ્લુ મૂન’નો દુર્લભ નજારો જોવા મળશે. આ સમય દરમિયાન એક મહિનાની અંદર બીજી વાર દુર્લભ પૂર્ણ ચંદ્ર જોવા મળશે. સામાન્ય રીતે દર મહિનામાં એકવાર પૂર્ણિમા અને એકવાર અમાસ થાય છે. જો કે,આવું ભાગ્યે જ બને છે કે, એક જ મહિનામાં બે વાર પૂર્ણિમા આવે છે અને એવામાં બીજા પૂર્ણ ચંદ્રને ‘બ્લુ મૂન’કહેવામાં આવે છે.

મુંબઈના નહેરુ તારામંડળના નિર્દેશક અરવિંદ પ્રાંજપેયે કહ્યું કે, 1 ઓક્ટોબરે પૂર્ણિમા હતી અને હવે બીજી પૂર્ણિમા 31 ઓક્ટોબર એટલે કે આજે છે. તેમાં કેટલીક ગાણિતિક ગણતરીઓ પણ શામેલ છે.

ચંદ્ર માસની અવધિ 29.531 દિવસ અથવા 29 દિવસ, 12 કલાક, 44 મિનિટ અને 38 સેકંડ ની હોય છે, એટલા માટે એક જ મહિનામાં બે વાર પૂર્ણિમા હોય તે માટે પ્રથમ પૂર્ણિમા તે મહિનાની પહેલી અથવા બીજી તારીખે હોવી જોઈએ.

પ્રાંજપેયે કહ્યું કે, 30 દિવસવાળા મહિનામાં છેલ્લી વાર 30 જૂન, 2007 ના રોજ ‘બ્લુ મૂન’ હતી અને બીજી વાર તે 30 સપ્ટેમ્બર 2050ના રોજ હશે.

તેમણે કહ્યું કે, 2018 માં બે વખત આવા પ્રસંગો બન્યા જયારે ‘બ્લુ મૂન’ ની ઘટના બની. તે દરમિયાન પ્રથમ ‘બ્લુ મૂન’ 31 જાન્યુઆરીએ જયારે બીજો 31 માર્ચે થયો હતો, ત્યારબાદ આગામી ‘બ્લુ મૂન’ 31 ઓગસ્ટ 2023 ના રોજ થશે.

_Devanshi

Exit mobile version