Site icon hindi.revoi.in

‘એરફોર્સ વન’ ના આધારે પીએમ મોદી માટે તૈયાર થઈ રહ્યું છે અનેક સુવિધાથી સજ્જ ‘એર ઈન્ડિયા વન ‘ – આ છે તેની ખાસિયતો

Social Share

દિલ્હી:- દેશના વડાપ્રધાન મોદી માટે નવું વીવીઆઈપી બોઈંગ વિમાન ‘એર ઈન્ડિયા વન’ અમેરીકામાં સજ્જ કરવામાં આવી રહ્યું છે, આ વિમાન આવનારા બે અઠવાડીમાં દિલ્હી લાવવામાં આવશે, સરકાર એ બે મોટી કાયા ધરાવતા અને ખાસ રીતે તૈયાર કરાયેલા માળખા વાળા બોઈંગ 777-300 વિમાનનો આર્ડર આપ્યો છે, જેમાંનું એક ખાસ એર દેશના વડા પ્રધાન મોદી માટે તૈયાર કરવામાં આવશે તો બીજુ એર દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે સજ્જ કરવામાં આવશે, આ બન્ને વિમાન ભારતીય વાયુસેનાના પાયલટો સંચાલીત કરશે.

અમેરીકાના રાષ્ટ્રપતિ દ્રારા  ઉપયોગમાં લેવામાં આવતા ‘એરફોર્સ વન’ વિમાનની તર્જ પર ભારત માટે વીવીઆઈપી વિમાન ‘એર ઇન્ડિયા વન’ તૈયાર કરવામાં આવ્યું છે. આ બંને વિમાનો અમેરિકામાં ખાસ પ્રકારની તૈયારીઓથી સજ્જ કરવામાં આવી રહ્યા છે. આ બન્ને વિમાનના ભારતમાં આગમન બાદ 25 વર્ષ જૂનું બોઇંગ 747 વિમાન હટાવવામાં આવશે. આ બંને વિમાન ભારતીય વાયુસેનાના પાઇલટ્સ ચલાવશે.

એર ઇન્ડિયા, ભારતીય વાયુસેના, અને કેટલાક સરકારી અધિકારીઓ સાથે સુરક્ષાદળોની એક ટીમ, વીવીઆઈપી વિમાન ‘એર ઇન્ડિયા વન’ને ભારત લાવવા માટે અમેરીકા પહોચ્યા છે.

જાણો – આ ‘એર ઈન્ડિયા વન’ ની ખાસિયતો

દેશના વડા પ્રધાન મોદી માટે અને દેશના રાષ્ટ્રપતિ માટે તૈયાર થઈ રહેલા આ બન્ને વિમાનો આવનારા બે અઠવાડીયા સુધીમાં દિલ્હી ખાતે લાવવામાં આવશે અને આ વિમાન ભારતીય વાયુસેના દ્રારા ચલાવવામાં આવશે.

સાહીન-

Exit mobile version