Site icon hindi.revoi.in

અકસ્માતમાં ઈજાગ્રસ્તની મદદે આવનારને મળશે ‘ગૂડ સ્માર્ટિયન’ નો દરજ્જો- મોટર વાહન એક્ટમાં નવી ધારા જોડાઈ

Social Share

કેન્દ્ર સરકારે જીએસઆર 594 (ઇ) હેઠળ એક જાહેરનામું બહાર પાડ્યું છે.આ જાહેરનામા પ્રમાણે હવેથી કોઈ માર્ગ અકસ્માતમાં ઈજા પામનારા વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જાઓ છો અને તમારી માનવ ફરજ બજાવો છો તો આ કાર્ય માટે તમારી કોઈ પણ પ્રકારની પૂછપરછ નહીં થાય અને કોઈ તમે પોલીસ સ્ટેશન કે હોસ્પિટલમાં વ્યક્તિગત માહિતી નોંધાવવા માટે બંધાયેલા નહીં રહો.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલ જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે, હવેથી માર્ગ અકસ્માતમાં ઘાયલોની મદદે આવનારા લોકોને ‘ગુડ સ્માર્ટિયન’નો દરજ્જો આપવામાં આવશે, આ સમગ્ર હિત અને રક્ષણ માટે મોટર વાહન એક્ટ -2019મા નવી ઘારા 134 એ જોડવામાં આવી છે.

આ જારી કરેલા જાહેરનામામાં  સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે, વાહન અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિની ઇજા અથવા મૃત્યુ માટે ગુડ સ્માર્ટિયનને જવાબદાર ગણવમાં આવશે નહી. તેની સામે કોઈ ગુનાહિત કે નાગરિક દાવો કરવામાં આવશે નહીં. આવા લોકો સાથે આદર સાથે વર્તવું જોઈએ.

આ જાહેરનામાં આપવામાં આવેલા સુચનો

ગુડ સ્માર્ટિનનો દરજ્જો કોને મળી શકે

ગુડ સ્માર્ટિયન એવી વ્યક્તિ કે સારા ઈરાદાથી ઈનામની આશા કર્યા વગર અકસ્માતમાં ઈજાપામનાર વ્યક્તિને  કટોકટીના સમયે તબીબી સંભાળ પૂરી પાડે છે અથવા બિન-તબીબી સંભાળમાં મદદ કરે છે ,તે વ્યકતિને ગુડ સ્માર્ટિયન માનવામાં આવશે.

સાહીન-

Exit mobile version