બેંકોમાં ખાતા ખોલાવવા માટે આધારકાર્ડ ફરજીયાત થયો હતો ત્યારે ફરી હવે આધાર કાર્ડના કાયદા માટે એક નવો નિયમ અમલમાં આવ્યો છે આધાર કાયદો તોડશે તો તેને એક કરોડ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. મળતી માહિતી અનુસાર આધાર કાયદાને તોડનારની તપાસ કરવા માટે UIDAI ન્યાયિક અધિકારીઓની નિમણૂક કરવા જઈ રહ્યા છે. UIDAIને આમાં દોઢ મહિના સુધીનો સમય અંદાજે લાગશે ત્યાર બાદ કાયદો અમલમાં આવશે.
મળતી માહિતી અનુસાર આ મહિને સંસદમાં સંશોધન બિલને મંજૂરી મળી છે. જે અંતર્ગત આધાર અને અન્ય કાનૂન અધિનિયમમાં કાયદાની કલમો, નિયમો અને આદેશોને ભંગ કરનારાઓ સામે એક કરોડ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી આવશે. પહેલીવાર ઉલ્લંઘન કર્યા બાદ જો સતત તેની તે જ સ્થિતિ રહી તો 10 લાખ રૂપિયા પ્રતિદિનનો વધારાનો દંડ લગાવવામાં આવશે. બિલમાં બેન્ક ખાતા ખોલવા અથવા મોબાઈલ ફોન કનેક્શન લેવા માટે આધારનો ઓળખ તરીકે સ્વૈચ્છિકરીતે ઉપયોગ કરી શકાય છે. UIDAI પાસેથી મળેલી ફરિયાદોના આધારે ચકાસણી કર્યા બાદ અધિકારી આરોપી પર દંડ લગાવશે. મા6 નવા કેસ પર નિયમ લાગુ પાડી શકાશ.