Site icon hindi.revoi.in

સેના જવાનોની નિવૃત્તીની વય મર્યાદા વધારવા તથા પેન્શન સુધારણાને  લઈને નવો પ્રસ્તાવ રજુ કરાયો

Social Share

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બીપીન રાવતએ ગુરુવારના રોજ કહ્યું હતું કે, કેટલીક શાખાઓમાં અધિકારીઓ અને જવાનોની સેવાનિવૃત્તીની વયમર્યાદા વધારવાના ઉદ્દેશ્યથી ફ્રન્ટલાઈન સૈનિકોના કલ્યાણ માટે નવો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. આ દરખાસ્તોમાં સમય પહેલા નિવૃત્તિ લીધેલા સૈનિકોના પેન્શનમાં સુધારણાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પ્રસ્તાવ અંતર્ગત જે જનાવો ખુશ નથી, જે ટેકનીકલ બાબતે યોગ્ય છે અને બહાર કાર્યની શોધ  માટે સેવામાંથી નિવૃત્ત થવા ઈચ્છે છે તેઓને હવે સંપૂર્ણ પેન્શન આપવામાં આવશે.

આ દરખાસ્તો બાબતે જનરલ રાવતે કહ્યું, ‘જો કે, અમે સક્ષમ ફ્રન્ટલાઈન સૈનિકોની સુખાકારી વિશે વધુ ચિંતિત છીએ, કે જેઓને વાસ્તવિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને જેની હિંમત અને બહાદુરી પર આપણે સૌ ગર્વ અનુભવીએ છીએ.’

અધિકારીઓ અને જવાનો બન્ને સેવાનિવૃત્તીની આયુમર્યાદા વધારવા અંગેના પ્રસ્તાવ અને સમય કરતા પહેલા સેવામાંથી રિટાયર્ડ થવા માંગતા પેન્શન યોગ્યતામાં ઘટાડા વાળા પ્રસ્તાવની કેટલાક લોકો આલોચના કરી રહ્યા છે, જેમાં સેવામાંથી નિવૃત્ત થનારા જવાનોનો સમૂહનો પણ સમાવેશ થાય છે,આ અંગેની માહિતી થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયામાં લીક થઈ હતી.

જનરલ રાવતે કહ્યું કે ફ્રન્ટલાઈન સૈનિકોએ તેમની સેવાના શરૂઆતના વર્ષોમાં પોતાની સમગ્ર યૂવાવ્સથા સિયાચીન, દ્રાસ, તાવાંગ, ગુરેઝ અને સિક્કિમ સરહદો જેવા સ્થળોએ વિતાવે છે અને મોટે ભાગે તેઓ તેમના પરિવારથી દૂર રહે છે. શાંતિ સમયગાળા દરમિયાન પણ, તેઓને ખાસ કરીને આંતરિક સુરક્ષા અથવા રાજ્ય સરકારની સહાયતાનું કામ સોંપવામાં આવે છે.

તેમણે કહ્યું કે, સૈનિકને 17 વર્ષની સેવા પછી પ્રમાણમાં નાની ઉંમરે સેવા છોડવા માટે મજબુર સૈનિકોને દર મહિને લગભગ 18 હજાર  રૂપિયા મળે છે જેમા તેઓ પોતાના પરિવાર, બાળકોના શિક્ષણ અને આવાસની દેખરેખ કરવી પડતી હોય  છે.

સીડીએસએ પૂછ્યું, ‘આવી સ્થિતિમાં, તેમણે આજીવિકા માટે બીજી નોકરીની શોધ કરવી પડે છે.આ માટે તેમણે નાની મોટી  નોકરીઓ પણ કરવી પડે. વધુ સારું વળતર મેળવવાની એક રીત છે વિકલાંગતાનો લાભ લેવા બરાબર છે, શું આપણે આ પ્રકારના વર્તનને પ્રોત્સાહન આપવું જોઈએ? ‘

આ સમગ્ર બાબતોને ધ્યાનમાં લઈને તેમના હિતો માટે આ પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો છે, તેમણે કહ્યું કે સેન્ય પોલીસ અને  કારકુની સ્ટાફની સેવાઓની જેમ સેવા નિવૃત્તીની વય અને કેટલાક મુશ્કેલ કાર્યકાળ બાદ ફરજ બજાવતા સૈનિકોની સંભાળ લેવાનામ મદદરુપ થઈશું.

સાહીન-

Exit mobile version