Site icon hindi.revoi.in

સુરતની ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના –  અફરાતફરીનો માહોલ સર્જાયો

Social Share
સુરત- : સમગ્ર દેશમાં ક બાજુ કોરોનાની સ્થિતિ વકરી રહી છે, તો કોરોનાકાળમાં જે કેટલીક હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ અત્યાર સુધી સામે આવી ચૂકી છે, ત્યારે જે ફરી એક વખત સુરતની હોસ્પિટલ આગનો શિકાર બની છે.

સુરત શહેરના નાનપુરા ખાતે આવેલી ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી છે, મળતી માહિતી પ્રમાણે બપોરે 3 વાગ્યેને 30 મિનિટની આસપાસ આ ઘટના બની હતી, આગ લાગતાની સાથે જ સમગ્ર હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, અનેક બિમારીમાં સારવાર લઈ રહેલા દર્દીઓથી લઈને ડોક્ટોરોમાં ભાગદોડ મચતી હતી

આગ લાગવાની ઘટનાની ખવબ વાયુવેગ પ્રસરતાની સાથે ફાયર વિભાગની ત્રણ ગાડ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.તેમના દ્રારા હોસ્પિટલમાં રહેલા દર્દીઓને બહાર કાઢવાની જહેમત હાથ ધરવામાં આવી  હતી.

હોસ્પિટલના બીજા માળેથી ઇમરજન્સીમાંથી અંદાજે 15થી 20 જેટલા દર્દીઓને ગ્લુકોઝના બોટલ સાથે બહાર કાઢવામાં આવ્યા હતા. કેટલાક દર્દીઓને તાત્કાલિક માસ્ક અને ઓક્સિજનના બોટલ સાથે જ રેસ્ક્યુ કરવા પડ્યા હતા.

હાલ આ આગ લાગવા માટેનું કારણ કેબલમાં શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે, જો કે તાત્કાલિક ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવલી લઈને લોકોના જીવ બચાવ્યા હતા અને અહીની હાલની સ્થિતિ સામાન્ય  થયેલી જોવા મળી રહી છે.

સાહીન-

Exit mobile version