- આવતી કાલે નૌસેના દિવસ
- આજ રોજ એડમિરલ કરમબીર સિંહએ યોજી પ્રેસ કોન્ફોરન્સ
- કહ્યું – ત્રણે સેનાઓ અનેક પડકાર માટચે સંપૂર્ણ તૈયાર છે
- 41 યુદ્ધો જહાજોનું નિર્માણ આત્મનિર્ભર ભારત હેઠળ કરાયું
- નૌસેનામાં મહિલા અધિકારીઓ પણ કાર્યરત
નવી દિલ્હીઃ- ચીન અને ભારત વચ્ચે મે મહિનાથી સરહદ પર તનાણ ચાલી રહ્યો છે. બીજી તરફ, પાકિસ્તાન પણ પશ્ચિમી સરહદ પર સતત ઘૂસણખોરીનો પ્રયત્ન કરતું આવી રહ્યું છે.તમામ મારચે ભારતની ત્રણેય સેનાઓ ખડેપગે રહીને મુસીબતોનો સામનો કરવા અડગ રહે છે તેવી સ્થિતિમાં નૌસેના દિવસના આગલા દિવસે એટલે કે આજરોજ ગુરુવારે નૌસેના પ્રમુખ એડમિરલ કરમબીરસિંહે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, તેમણે જણાવ્યું હતું કે, દેશ સામે કોરોના અને સરહદ પર ચીન સાથેનો તણાવ એક પડકાર છે અને નૌકાદળ આ પડકાર માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
એડમિરલ કરામબીરસિંહે કહ્યું કે, ભવિષ્યમાં નૌસેના માટે બનાવવામાં આવનાર 43 યુદ્ધો જહાજો અને સબમરીનમાંથી 41 સ્વેદેશી છે જેનું નિર્માણ ભારતમાં જ થયું છે,જેમાં સ્વદેશી વિમાનવાહક જહાજનો પણ સમાવેશ થાય છે. આ ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનના પગલે કરવામાં આવી રહ્યું છે.
નૌસેનામાં હવે મહિલા અધિકારીઓ પણ કાર્યરત છે
નૌસેનામાં મહિલા અધિકારીઓને લઈને જાણકારી આપતા જણાવ્યું કે, ભારતીય નૌસેનાએ નવેમ્બર મહિનામાં જહાજો પર ચાર મહિલા અધિકારીઓની નિમણૂંક કરી છે અને બે મહિલા અધિકારીઓ માલદિવ અને રશિયામાં વિદેશ બેલેટમાં નિયુક્તી કરવામાં આવી છે.
એડમિરલ સિંહે કહ્યું કે, દેશમાં કોરોના વાયરસની મહામારી અને વાસ્તવિક નિયંત્રણની લાઇન પર ચીનની બેફામ પ્રવૃત્તિઓને પહોંચી વળવા માટેની બેવડો પડકાર છે. નૌસેના આ બંને પડકારોનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ભારતીય નૌસેના પરીક્ષાની આ ક્ષણોમાં નિશ્ચિતપણે ઊભા રહેવા સંકલ્પબદ્ધ છે.
નૌસેનાના પ્રમુખએ વધુમાં કહ્યું કે, હિંદ મહાસાગરમાં અતિક્રમણની પરિસ્થિતિ સાથે કામ કરવા માટે અમારી પાસે એસઓપી તૈયાર છે. લીઝ પર લેવામાં આવેલા બે પ્રિડેટર ડ્રોન અમારી સર્વેલન્સ ક્ષમતાના અંતરને પૂર્ણ કરવામાં મદદ કરી રહ્યા છે. તેમણે કહ્યું, 24-કલાક મોનિટરિંગની ક્ષમતા અમને સતત દેખરેખ રાખવામાં મદદ મળી રહી છે.
નૌસેના બંને સૈનાઓ સાથે મળીને કામ કરી રહી છે એડમિરલ સિંહને જ્યારે ચીન સાથે ચાલી રહેલા સંઘર્ષમાં નૌસેનાની ભૂમિકા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, “નૌસેનાની પ્રવૃત્તિઓ ભારતીય સૈના અને ભારતીય વાયુસેના સાથે ગાઢ સમન્વય અને સંકલનમાં છે.” અમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છીએ.
સાહિન-