- પાકિસ્તાનના પેશાવરમાં બોમ્બ બ્લાસ્ટ
- 7 લોકોના થયા મોત.70 લોકો ઈજાગ્રસ્ત થયા
- બેગમાં બોમ્બ રાખી ષડયંત્ર રચવામાં આવ્યું
પાકિસ્તાનના પેશાવરના એક મદ્રેસામાં બોમ્બ બ્લાસ્ટ થયો છે,આ બ્લાસ્ટમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે, તો 70 લોકો ઈજાગ્રસ્ત થયા છે,આ સમગ્ર બાબતે પાકિસ્તાન પોલીસે માહિતી આપી છે, આ બોમ્બ બ્લાસ્ટ મામલે પોલીસે જણાવ્યું હતું કે, પેશાવરમાં સ્થિત દિર કોલોનીમાં આવેલા એક મદ્રેસામાં બોમ્બ બ્લાસ્ટની ઘટના બની છે જેમાં 7 લોકોના મોત થયા છે.
પાકિસ્તાની મીડિયા એ ખૈબર પખ્તુનખ્વાના પોલીસ વડા સનાઉલ્લાહ અબ્બાસી અને હોસ્પિટલના અધિકારીઓના હવાલાથી માહિતી આપી છે. ખૈબર પખ્તુનખ્વાની પોલીસે કહ્યું કે, પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે,એક બેગમાં ટાઇમ બોમ્બ મૂકીને આ ષડયંત્ર રચવામાં આવ્યું હતું અને તેને અજામ આપવામાં આવ્યો હતો.
લેડી રીડિંગ હોસ્પિટલના એક અધિકારીએ માહિતી આપી છે કે આ ઘટનામાં અત્યાર સુધીમાં સાત મૃતદેહો મળી આવ્યા છે અને 70 લોકો ઘાયલ થયા છે.ઘટનામાં ઘાયલ થયેલા લોકોને લેડી રીડિંગ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.જેમાં બાળકોનો સમાવેશ થાય છે, ઇજાગ્રસ્ત બાળકોની હાલત ગંભીર હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. પોલીસ અને રાહત બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી આવી છે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
પેશાવારના મદ્રેસામાં જ્યારે બોમ્બ બ્લાસ્ટ થયો ત્યારે ધાર્મિક શાળામાં બાળકો તાલિમ લઈ રહ્યા હતા જેથી કરીને મરનારમાં બાળકોની સંખ્યા અને તાલિમ આપનારનૌ સમાવેશ થાય છે.
સાહીન-