Site icon hindi.revoi.in

પશ્વિમ બંગાળનની એક નદીમાં અચાનક ભરતી વધતા 35 લોકોથી ભરેલી બૉટ પલટી મારી

Social Share

પશ્ચિમ બંગાળમાં એક મોટી દુર્ઘટના સર્જાય છે. અહીંના પૂર્વ મિદનાપુર સ્થિત રુપનારાયણ નદીમાં નાવડી પલટી મારતા  હાહાકાર મચ્યો હતો. મળતી માહિતી મુજબ આ બોટમાં 35 લોકો સવાર હતા. ઘટનાની માહિતી મળતાની સાથે જ બચાવ ટીમ ઘટના સ્થળ પર પહોંચી આવી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

જો કે 35 લોકોમાંથી 20 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ બાકીના 15 લોકો હજુ પણ લાપતા છે,બચાવ ટીમ સતત રેસક્યૂ ઓપરેશન કરી રહી છે પરંતુ મોટા પ્રમાણમાં આવી રહેલી ભરતીના કારણે લોકોને શોધવામાં મુશ્કેલી પડી રહી છે કહેવામાં આવી રહ્યું છે કે આ બૉટ પણ ભરતીની ઝપેટમાં આવવાના કારણે જ પલટી મારી હતી.

ઘટના સ્થળપર હાજર લોકોએ જણાવ્યું કે,આ બૉટમાં સવાર લોકો બારમબેડિયા કિનારા તરફ જઈ રહ્યા હતા,ત્યારે નદીની વચ્ચોવચ જઈને  નાવૈયો ભરતી ઓછી થવાની રાહ જોઈ રહ્યો હતો પરંતુ તે જ સમયે અચાનક ભરતી વધી અને બરતીના વહેણ એટલા તેજ હતા કે બોટ પલટી મારી ગઈ, અને બૉટમાં સવાર 35 લોકો નદીના વેણમાં વહી ગયા,ત્યાર બાદ બચાવ ટીમ દ્વારા લોકોની શોધખોળ કરતા 20 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા જો કે 15 લોકોને શોધવામાં સફળતા મળી નહોતી.જેમની શોધખોળ બચાવ ટીમ દ્રારા સતત ચાલું જ છે.

Exit mobile version