15 વર્ષીય કૃષ પોતાની માતાના ત્રાસથી પરેશાન
ઈચ્છા મૃત્યુની કરી માંગ
કૃષ તેના પિતા સાથે રહે છે
પરિવારના કંકાસથી કંટાળ્યો કૃષ
જીલ્લા પ્રસાશને તપાસના આદેશ આપ્યા
રાષ્ટ્રપતિને ઈચ્છા મૃત્યુનો લખ્યો પત્ર
બિહારમાં એક 15 વર્ષના બાળકે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે , બિહારના ભાગલપુર જીલ્લાના એક બાળકે પરિવારના ઝધડાઓથી કંટાળીને ઈચ્છા મૃત્યુની માંગનો પત્ર લખતા પ્રધાનમંત્રી કાર્યાલયના જીલ્લા પ્રશાસને આ બાબતે તપાસ કરવાના આદેશ આપ્યા છે.
ભાગલપુર જીલ્લાના કહલગાવ થાના અંતર્ગત મહિષામુંડા ગામના રહેવાસી મનોજ કુમાર મિત્રાના 15 વર્ષીય પુત્ર કૃષએ પરિવારના કંકાસથી ત્રાસીને થોડા સમય પહેલા રાષ્ટ્રપતિને ઈચ્છા મૃત્યુની માંગ કરી હતી જ્યારે રાષ્ટ્રપતિને મોકલવામાં આવેલા ઈચ્છા મૃત્યુ પત્રની કોપી પ્રધાનમંત્રી અને બિહારના મુખ્યમંત્રી તથા અન્ય અધિકારીઓને મોકલવામાં આવી હતી.
ત્યારે આ વાતને લઈને પ્રધાનમંત્રી કાર્યાલયના આદેશથી જીલ્લા પ્રસાશને તપાસ હાથ ધરી છે જ્યારે આ બાળકે આરોપ લગાવ્યો છે કે પોતાની માતાથી તે કંટાળ્યો છે, તેની માતા એન પિતાના સંબધો ઠીક નથી જેને લઈને તેની માતાએ પિતા પર કેસ કર્યો છે ,આ ઉપરાંત અસામાજીક તત્વો તરફથી વારંવાર ધમકીઓ મળતી રહે છે જેને લઈને તે ખુબજ પરેશાન છે જે વાતથી તેને જીવન જીવવાની કોઈજ ઈચ્છા રહી નથી, કૃષના પિતા કેંસરની બિમારીથી પીડિત છે જેઓ ગ્રામીણ વિકાસ વિભાગ દેવધરમાં જલ્લા પદ અધિકારી છએ જ્યારે માતા સુજાતા પટનામાં ઈન્ડિયન ઓવરસિઝ બેંક કામ કરે છે.
જ્યારે કૃષ પોતાના પિતા સાથેજ રહે છે અને તે 9માં ધોરણમાં અભ્યાસ કરે છે તેના પિતા મનોજ અને તેની માતાના વચ્ચે ધણા સમયથી મતભેદ ચાલી રહ્યો છે જેના કારણએ કૃષના માતા-પિતા અલગ-અલગ રહે છે જ્યારે કૃષના દાદા સંજય કુમાર મિત્રા કહલગાવ એનટીસીપીમાં વર્કમેનના પદ પરથી અવકાશ પ્રાપ્ત કરી ચુક્યા છે જ્યારે પરિવારના અન્ય સદસ્યોઓ પણ કૃષની મા સુજાતાના વર્તનના કારણે હેરાન છે ,કૃષને પોતાની માતા સુજાતાથી ધણી બધી ફરિયાદો છે તે હવે આ બધી બાબતોથી પરેશાન થઈને દુનિયામાં રહ્વા માંગતો નથી જેને લઈને તેણએ ઈછ્છા મૃતિયુની માંગ કરી છે.