મુંબઈઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ચમક-દમકવાળી દુનિયા છે. જો તમામ લોકોને આકર્ષિત કરે છે. દર વર્ષે હજારો લોકો નાના શહેરોમાં નીકળીને માયાનગરમાં પોતાના સ્વપ્ન સાકાર કરવા આવે છે. અહીં આવીને કેટલાકને મંજીલ મળી જાય છે. જ્યારે કેટલાક સાઈડ કેરેકટર બની જાય છે. જ્યારે કેટલાક એવા પણ છે જેમને જીંદગીભર એક બ્રેક માટે ભારે મહેનત કરવી પડે છે. પરંતુ તેમને કોઈ મોકો આપતું નથી. બોલીવુડથી લઈને દક્ષિણ સિનેમા અને ભોજપુરી ઈન્ડસ્ટ્રી સુધી આજ હાલાત જોવા મળે છે. બોલીવુડને 100 વર્ષ પુરા થઈ ગયા છે. પરંતુ સ્થિતિમાં કોઈ બદલાવ જોવા મળતો નથી. અન્ય રાજ્યોથી આવેલા કલાકારો સાથે આવુ થાય તો માની શકાય પરંતુ મુંબઈમાં જ જન્મેલા એક અભિનેતા સાથે આવુ થયું છે. આ અભિનેતા બીજુ કોઈ પણ શ્રેયસ તલપડે છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે પોતાની આપવીતી જણાવી હતી.
ઓમ શાંતિ ઓમ, ગોલમાલ સિરીઝ, વાહ તાજ અને ઈકબાલ જેવી હિન્દી અને મરાઠી ભાષાની 45 ફિલ્મ કરનારા કલાકાર શ્રેયસે પોતાના કેરિયરમાં ખરાબ સમય જોયો હતો. એ પણ કોઈ દુશ્મીનીના કારણે નહીં પરંતુ મિત્રોના કારણે, હવે અભિનેતાએ આ વિશ્વાસઘાત ઉપર ખુલીને વાતચીત કરી છે. પોતાની સાથે થયેલા અનુભવનો તેમણે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો.
અભિનેતાએ જણાવ્યું હતું કે, ઈન્ડસ્ટ્રીમાં 100માંથી માત્ર 10 લોકો સારા છે.બાકી 90 ટકા લોકો આપની ટાંગ ખેંચવાના પ્રયાસો કરે છે, કેમ કે તેઓ અસુરક્ષાના ઘેરાયેલા રહે છે. શ્રેયસ તલપડેની ફિલ્મ ઈકબાલે સારો વ્યવસાય કર્યો હતો. તેમણે કહ્યું કે, 10 ટકા લોકો વાસ્તવિક હોય છે. મેં ખુદ માર્કેટીંગ નથી કરી કેમ કે મને વિશ્વાસ હતો કે મારુ કામ બોલશે. દરમિયાન મને ખબર પડી કે, કેટલાક અભિનેતાઓ જે મારી સાથે સ્ક્રિન શેર કરવાથી પોતાને અસુરક્ષિત અનુભવે છે તેમજ તેઓ નથી ઈચ્છા કે હું કોઈ ફિલ્મમાં કામ કરું. મે દોસ્તોના હિતોને ધ્યાનમાં રાખીને કેટલીક ફિલ્મો કરી, પરંતુ મને આવા દોસ્તોએ જ પીઠ પાછળ ખંજર માર્યું હતું. આવા દોસ્તો જે મને શામિલ કર્યાં વિના આગળ વધતા ગયા અને ફિલ્મો બનાવતા હતા. હવે સવાલ થાય છે કે, શુ હકીકતમાં દોસ્ત છે. હકીકતમાં ઈન્ડસ્ટ્રીમાં 90 ટકા લોકો સિર્ફ પરિચીત હોય છે. જ્યારે 10 ટકા લોકો આપનું સારા થવા ઉપર ખુશ થાય છે.