Site icon hindi.revoi.in

અમદાવાદની સોલા સિવિલમાં કો-વેક્સિનના ટ્રાયલની આજથી શરુઆત

Social Share

અમદાવાદઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે ત્યારે દિલ્હી સહીત અમદાવાદમાંમ પણ આજથી ભારત બાયોટેક દ્રારા નિર્માણ પામેલસી કોરોનાની કોવેક્સિનનું પરિક્ષણ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે હેઠળ આજે વહેલી સાવારે 9 વાગ્યા આસપાસ અમદાવાદ ખાતે આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં વેક્સિનનો ડોઝ આપવાનું કાર્ય હાથ ધરવામાં આવી ચૂક્યું છે

ઉલ્લેખનીય છે કે કોવેક્સિનના પરિક્ષણ માટે 25 લોકોએ નોંધણી કરાવી હતી ,આ તમામ લોકોને સોલા સિવિલ ખાતે આજે આ વેક્સિનનો ડોઝ આપવામાં આવનાર છે, સિવિલમાં વેક્સિનના કુલ 500 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી રોજ 20 ડોઝ સ્વસ્થ લોકોને અપાશે ,જે માત્ર ટ્રાયલ પુરતું હશે.

અમદાવાદ ખાતે કરવામાં આવેલ વેક્સ,નના ટ્રાયલ જો સફળ અને અસરકારક સાબિત થાય છે તો આવનારા દિવસોમાં આવેક્સિન સમગિર ગુજરાતભરમાં આપવાનું કાર્ય શરુ કરવામાં આવશે, ગુજરાતમાં 1 હજાર લોકો પર આ ટ્રાયલ કરવામાં આવશે.

આ સાથે જ જે પણ લોકો વેક્સિનના ટ્રાયલમાં ભાગ લેવા ઈચ્છતા હોય તેઓ સ્વેચ્છાએ પોતાના નામની નોંધણી પણ કરાવી શકે છે, આ માટે વય મર્યાદા 16 વર્ષથી લવઈને 60 વર્ષની રાખવામાં આવી છે જેમાં મહિલાઓ અને પુરુષો બન્નેનો સમાવેશ છે.

કોવેક્સિનના ટ્રાયલ માટે તમામ પ્રકારની ડોક્યૂમેન્ચટ કાર્યવાહી બાદ જ જે તે વ્યક્તિને પ્રથમ ડોઝ આપવામાં આવશે. ત્યાર બાદ એક મહિનાના અંતર પછી બીજો ડોઝ અપાશે.જેમાં સતત એક વર્ષ સુધી વેક્સિનનો ડોઝ લેનારા તમામા લોકોનું પરિક્ષણ હાથ ધરાશે. આ હેછળ પહેલા તબક્કાની જો વાત કરે તો તેમાં 21 સેન્ટરમાંથી 130 સ્વસ્થ વોલન્ટિયર્સનું ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ કરવાની યોજના છે. જો કે આ સમગ્ર સમયગાળા દરમિયાન પણ બીજા અનેક વોલન્ટિયર્સ પર પણ ક્લિનિકલ ટ્રાયલ ચાલુ રાખવામાં આવશે.

સાહીન-

Exit mobile version