Site icon hindi.revoi.in

કોરોનાને લઈને યોગી સરકારનું સખ્ત વલણ – લગ્ન સમારોહમાં માત્ર 100 લોકોની જ હાજરી નહીતો થશે કાર્યવાહી

Social Share

લખનૌ- : સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે અનેક રાજ્ય સરકાર દ્રારા રાજ્યને સુરક્ષિત રાખવાના ભાગ રુપે અનેક નિયમો લાદવામાં આવી રહ્યા છએ ત્યારે હવે ઉત્તર પ્રદેશની યૂપી સરકાર પણ સખ્ત બની છે. લગ્ન સમારોહમાં પમ હવે માત્ર 100 લોકોને હાજર રહેવાના નિર્દેશો આપવામાં આવી રહ્યા છે.

આ સમગ્ર બાબતને ધ્યાનમાં લઈને હવે ઉત્તર પ્રદેશમાં પણ નિયમો કડક બન્યા છે, યોગી સરકાર પણ એક્શનમાં આવી છે, લગ્ન સમારોહમાં માત્ર 100 લકોને સામેલ થવાના આદેશ યોગી સરકાર દ્રારા જારી કરવામાં આવ્યા છે, આ સાથે જ 100 લોકોની ક્ષમનતા વાળા હોલ કે વાડીમાં માત્ર 50 લોકો જ હાજર રહી શકશે.

લગ્નમાં બેન્ડ-ડિજે પર પ્રતિબંધ

આ સાથે જ હવે લગ્ન સમારોહમાં બેન્ડ, ડીઝે પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, તેથી વિશેષ કે વૃદ્ધો તેમજ બિમાર લોકો હવે લગ્ન સમારોહમાં હાજરી આપી શકશે નહી આ સમગ્ર નિયોમોનું ઉલ્લંઘન કરવા પર એફઆરઆઈ દાખલ કરવામાં આવશે, અને નિયમો દિશા નિર્દેશનું પાલન ન કરનારા સામે સખ્ત કાર્યવાહી પમ કરવામાં આવશે

યોગી સરકારે જારી કરેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, દરેક લગ્ન સમારોહમાં કોરોના પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે જેમાં માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ફરજદીયાત રહેશે આ સાથે જ થર્મલ સ્કેનર ને સેનિટાઈઝરની વ્યવસ્થા કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

સાહીન-

Exit mobile version