1. Home
  2. revoinews
  3. ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 40 હજારને પાર
ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 40 હજારને પાર

ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 40 હજારને પાર

0
  • 24 કલાકમાં નવા 875 કેસ નોંધાયાં
  • સુરત શહેરમાં સૌથી વધારે 202 કેસ આવ્યાં સામે
  • રાજ્યમાં 441 દર્દીઓ સાજા થયાં

અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે કોરોનાનું સંક્રમણ વધારે ફેલાયું હોય તેમ છેલ્લા બે દિવસથી કોરોના વાયરસના 800થી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાયરસના નવા 875 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. આમ રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 40 હજારને પાર પહોંચ્યો છે. ગુજરાતમાં અનલોકના અમલ બાદ કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં સતત વધારો થયો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર સુરતમાં 269, અમદાવાદમાં 165, વડોદરા શહેરમાં 61, ભાવનગરમાં 71, નવસારીમાં 27, રાજકોટમાં 39, સુરેન્દ્રનગરમાં 23, ગાંધીનગરમાં 31, મહેસાણામાં 21, ખેડામાં 17, જામનગર શહેરમાં 15, , બનાસકાંઠામાં 14, ભરૂચમાં 14, જુનાગઢ શહેરમાં 13,  દાહોદમાં 8, સાબરકાંઠામાં 8, વડોદરામાં 8, આણંદમાં 7, પંચમહાલમાં 7 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે સઘન સર્વે અને ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,49,439 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં કોરોના મહામારીને પગલે 24 કલાકમાં 14 વ્યક્તિઓના મોત થયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં 5, સુરતમાં 4, અરવલ્લીમાં 1, ગાંધીનગરમાં 1, જામનગરમાં 1, જૂનાગઢ શહેરમાં 1 અને મહેસાણામાં 1 દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં હાલ 3 લાખથી વધારે વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.