Site icon hindi.revoi.in

દિલ્હીમાં 33 ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે 80 ટકા બેડ સુરક્ષિત રાખવા કોર્ટ એ આપી મંજુરી

Social Share

દિલ્હીમાં કોરોનાને લઈને સ્થિતિ વકરી રહી છે, સમગ્ર દિલ્હીમાં પ્રદુષણ વધતાની સાથે સાથે કોરોનાનો પણ રાફળો ફાટ્યો છે. આ બાબતે દિલ્હી હાઈકોર્ટ એ કેજરીવાલ સરકારને ફટકાર આપી છે,કોર્ટએ વધતા કોરોનાના કેસ બાબતે નારાજગી દર્શાવતા કહ્યું કે, રાજ્ય નાગરિકોના સ્વાસ્થ્યને લઈને જવાબદાર છે, જે બાબતે હવે ખાનગી હોસ્પિટલો સહિત બીજા લોકોને સાથે લાવવા પડશે.

કોવિડ -19 ના વધતા જતા કેસો પર ચિંતા વ્યક્ત કરતાં હાઇકોર્ટે કહ્યું કે દિલ્હી સરકારને લોકોના જીવન સાથે રમવા દેશે નહી. કોર્ટે નિર્દેશ આપ્યો કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે વધુ જાગૃત રહેવાની જરૂર છે.

દિલ્હી સરકારે આ બાબતે તેમનો પક્ષ રાખતા હાઈકોર્ટને વિનંતી કરી કે તેને કોવિડ -19 દર્દીઓ માટે ઓછામાં ઓછી 15 દિવસ માટે 33 ખાનગી હોસ્પિટલોમાં 80 ટકા આઇસીયુ બેડ અનામત રાખવાનો અધિકાર આપવામાં આવે.ત્યારે આ બાબતે હવે કોર્ટએ દિલ્હી સરકારને પરવાનગી આપી દીધી છે.

આ બાબતે કોર્ટ એ સરકારને 33 ખાનગી હોસ્પિટલોમાં કોવિડ 19ના દર્દીઓ માટે 80 ટકા આઈસીયૂ બેડ આરક્ષિત રાખવાની પરવાનગી આપી છે.

રાષ્ટ્રની રાજધાનીમાં બુધવારે કોવિડ -19 ના સૌથી વધુ 8,593 નવા કેસો સામે આવ્યા પછી રાષ્ટ્રીય રાજધાનીમાં સંક્રણ વધી જ રહ્યું છે,આ સાથે જ કોરોનાના કેસનો આંકડો  4.59 લાખને વટાવી ગયો છે, ત્યારે હવે સરકાર અને જનતા બન્ને સતર્ક અને જાૃગત બને તે જરુરી છે.

સાહીન-

Exit mobile version