Site icon Revoi.in

85 વર્ષના અભિનેતા ઘર્મેન્દ્રનો ગજબ સ્ટેમિના, પૂલમાં વોટર એરોબિક્સ કરતા નજરે પડ્યા

Social Share

મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા ઘર્મેન્દ્ર હાલ 85 વર્ષના છે, છત્તા પણ ભલભલના થકવી જે તેવો તેમના સ્ટેમિના જોવા મળએ છએ, તેઓ હંમેશા સાશિયલ મીડિયાર એક્ટિવર રહે છે, અને કંઈકને કંઈક પોસ્ટ કરતા રહેતા હોય છે આ રીતે તેઓ તેમના ચાહકો સાથે જોડાયેલા રહે છે.

અભિનેતા ઘર્મેન્દ્ર 12 જુન યોગ દિવસની ઉજવણી કરતા જોવા મળ્યા છે,અનેક બોલિવૂડ સ્ટાર્સ એ સોશિયલ મીડિયા પર યોગ કરતા વીડિયો અને ફોટો શેર કર્યા છે, જેમાં ઘર્મેન્દ્ર એ વોટરપુલમાં એરોબિક્સ કરતો વીડિયો શેર કર્યો છે.

આ વીડિયોમાં 85 વર્ષે પણ એભિનેતાનો જોરદાક સ્ટેમિના જોવા મળે છે, તેમણે કહ્યું કે, લહેરથી વિપરીત એરોબિક્સ કરવાની મજા જ કંઈક ઓર હોય છે.

કોરોનાની શરુઆતથી ધર્મેન્દ્ર લાંબા સમયથી તેમના ફાર્મહાઉસમાં સમય પસાર કરી રહ્યા છે. તેઓ શહેરના ઘોંઘાટથી દૂર અહીં શાંતનું જીવન પસંદ કરે છે. વીડિયો પોસ્ટ કરતાં ધર્મેન્દ્રએ કેપ્શનમાં લખ્યું- ‘મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર જોશ આવી ગયો, મેં સાંજે વોટર એરોબિક્સ પણ શરૂ કરી દીધી છે. પાણીના તરંગોની વિરુદ્ધ એરોબિક્સ કરવામાં આનંદ છે. આશા છે કે તમને બધા તે પસંદ આવશે. ‘

ધર્મેન્દ્રએ કહ્યું હતું કે તેમણે તાજેતરમાં જ વોટર એરોબિક્સ શરૂ કરી દીધી છે. વીડિયો શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘મિત્રો, તેના આશીર્વાદ અને તમારી શુભકામનાઓ સાથે, મેં યોગ અને હળવા કસરત કરવાનું શરૂ કર્યું છે અને સાથે મેં વોટર એરોબિક્સ પણ કરવાનું શરૂ કર્યું છે. આરોગ્ય ઉપરવાળઆની એવી દેન છે કે તે ચાલતી રહેવી જોઈએ. ખુશ રહો, તાકાતથી ભરપુર રહો.