Site icon hindi.revoi.in

લોકડાઉન છત્તા ફોનની ખરીદીમાં 8 ટકા વધારો – દેશના લોકોએ 5 કરોડ ફોનની કરી ખરીદી

Social Share

સમગ્ર દેશમાં લોકડાઉનના કારણે લોકો મંદીનો મહાલો ,દરેક સેક્ટરમાં મંદી જેવી બુમો પાડતા જોવા મળ્યા છે ,ત્યારે તેની સામે આ ત્રણ મહિનાની અંદર ભારત દેશના લોકોએ લોકડાઉન જેવી પરિસ્થિતિ બાદ પણ 5 કરોડ જેટલા સ્માર્ટ ફોનની ખરીદી કરી છે,ભારતના અર્થતંત્રને વેગ મળી રહ્યો છે એમ કહીએ તો ખોટૂ નથી.

દર વર્ષની સરખામણીમાં આવર્ષમાં ફોનના વેચાણમાં 8 ટકાની વૃદ્ધી જોઈ શકાય છે,જે જુલાઈ થી સપ્ટેમ્બર મહિનાની ગણતરી પ્રમાણે છે, ‘રિસર્ચ ફર્મ કૈનાલિસ’ના એક રિપોર્ટ પ્રમાણે આ ખરીદી ત્રીમાસીકની અત્યાર સુધીની સૌથી વધુ ખરીદી છે, જેમાં વર્ષ 2019ની સરખામણીમાં ચાલુ વર્ષ દરમિયાન 4.62 કરોડ સ્માર્ટ ફઓનનું વેચાણ થયું છે.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં ટોપ -5 સ્માર્ટફોન કંપનીઓ શાઓમી, સેમસંગ, વિવો, રીયલમી અને ઓપ્પોના વેચાણમાં વધારો થયો છે. કંપનીના વિશ્લેષક અદ્વૈત મર્ડીકરે જણાવ્યું હતું કે, ત્રણ મહિના પછી ભારતમાં લોકડાઉન પ્રતિબંધો ધીમે ધીમે હટાવવામાં આવી રહ્યા છે.

આ સમગ્ર સમયગાળા દરમિયાન, સરકારે સતત વિકાસ માટે વધુ સારું આયોજન બનાવ્યું છે. તેની અસર સ્માર્ટફોન કંપનીઓના વેચાણ પર જોઈ શકાય છે. આ સાથે જ આવનારા તહેવારોમાં વધુ વેચાણની અપેક્ષા છે. ઇ-કોમર્સ કંપનીઓએ તાજેતરના તહેવારોની સીઝનમાં 1.10 કરોડ મોબાઇલ ફોન વેચ્યા છે.

સીમા તણાવના કારણે ચીનની ભાગીદારી ઘટી

જો કે આ બાબતે ચીનની ભાગીદારી ઘટેલી જોવા મળી રહી છે, રિપોર્ટ પ્રમાણે સમિક્ષાના ત્રણ મહિનામાં ચીનની મોબાઈલ કંપનીઓની દરવર્ષની સરખામણીમાં 2 ટકા વધીને 76 ટકા સુધી પહોંચી ચૂકી છે, જે વિતેલા વર્ષ દરમિયાન 74 ટકા હતી.

જો કે, સરહદ વિવાદના કારણે ચીની ચીજ વસ્તુઓના બહિષ્કારના કારણે ત્રીમાહીના આધાર પર તેની બજારની ભાગીદારી 14 ધટી ગઈ છે. જુન મહિનામાં ચીનની કંપનીઓની માર્કેટ હિસ્સેદારી 80 ટકા રહી હતી

સાહીન-

Exit mobile version