1. Home
  2. revoinews
  3. ગુજરાતમાં કોરોનાના વાયરસના 778 પોઝિટિવ કેસ નોંધાયાં, 421 દર્દી થયાં સાજા

ગુજરાતમાં કોરોનાના વાયરસના 778 પોઝિટિવ કેસ નોંધાયાં, 421 દર્દી થયાં સાજા

0
  • કોરોના પોઝિટિવ કેસનો આંકડો 37636 પર પહોંચ્યો
  • 24 કલાકમાં 17 દર્દીઓના થયા મોત

અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. દરમિયાન 24 કલાકમાં નવા 778 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંકડો વધીને 37 હજારને પાર ગયો છે. સુરતમાં સૌથી વધારે 249 જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જ્યારે અમદાવાદમાં 187 જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં હતા. રાજ્યમાં અનલોક-1 અને અનલોક-2ના અમલ બાદ વેપાર-ધંધા શરૂ થયાં છે. ત્યાર બાદ કોરોના વાયરસના કેસમાં જોરદાર વધારો થઈ રહ્યો છે.

રાજ્યમાં 778 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જેમાં વડોદરામાં 70, રાજકોટમાં 40, જૂનાગઢમાં 13, મહેસાણામાં 15, ભરૂચમાં 15, કચ્છમાં 14, ગાંધીનગરમાં 13, નવસારીમાં 13, ભાવનગરમાં 21,  બનાસકાંઠામાં 12, ખેડામાં 11, સુરેન્દ્રનગરમાં 11, આણંદમાં 10, જામનગરમાં 10, મહીસાગરમાં 7, અમરેલીમાં અને દાહોદમાં 6-6, ગાંધીનગર શહેર, પાટણ, મોરબીમાં 5-5, અરવલ્લીમાં 4, પંચમહાલમાં 4, ગીરસોમનાથમાં 3, તાપીમાં 3, સાબરકાંઠા અને છોટાઉેદપુરમાં બે-બે તથા બોટાદ, નર્મદા, દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ નોંધાયાં હતા. જો કે, રાહતની વાત એ છે કે, 24 કલાકમાં રાજ્યમાં 421 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યાં હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 26744 દર્દીઓ સાજા થયાં છે. બીજી તરફ 17 દર્દીઓએ અંતિમ શ્વાસ લીધા હતા. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 1979 દર્દીઓના મોત થયાં હતા.

રાજ્યમાં હાલ 8913 દર્દીઓ એક્ટિવ છે. જે પૈકી 61 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે. રાજ્યમાં કોરોના વાયરસના સતત વધી રહેલા કેસને પગલે આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે અસરકાર પગલા લેવામાં આવી રહ્યાં છે.   

LEAVE YOUR COMMENT

Your email address will not be published.