1. Home
  2. revoinews
  3. ગુજરાતમાં કોરોનાના સૌથી વધારે 735 પોઝિટિવ કેસ નોંધાયાં
ગુજરાતમાં કોરોનાના સૌથી વધારે 735 પોઝિટિવ કેસ નોંધાયાં

ગુજરાતમાં કોરોનાના સૌથી વધારે 735 પોઝિટિવ કેસ નોંધાયાં

0
  • સુરત શહેરમાં 201 કેસ નોંધાયાં
  • રાજ્યમાં 24 કલાકમાં 423 દર્દીઓ સાજા થયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. દરમિયાન 24 કલાકમાં સૌથી વધારે 735 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જ્યારે 17 દર્દીઓના મોત થયાં હતા. જો કે, રાહતની વાત એ છે કે, 24 કલાકમાં 423 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યાં હતા. રાજ્યમાં 24 કલાકમાં સૌથી વધારે સુરત શહેરમાં 201 પોઝિટિવ કેસ નોંધાયાં હતા.

રાજ્યમાં 24 કલાકમાં 735 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જેમાં અમદાવાદ શહેરમાં 168, વડોદરા શહેરમાં 55, સુરત જિલ્લામાં 40, ભાવનગર શહેરમાં 26, બનાસકાંઠામાં 24, ભરૂચમાં 18, રાજકોટ શહેરમાં 14, ગાંધીનગરમાં 13, વલસાડમાં 13, મહેસાણામાં 12, કચ્છમાં 11, વડોદરામાં 10, જૂનાગઢમાં શહેરમાં 9, ખેડામાં 9, ભાવનગરમાં 9, પંચમહાલમાં 8, સાંબરકાંઠામાં 8, નવસારીમાં 8, અમરેલીમાં 7, રાજકોટમાં 7, જૂનાગઢમાં 6, જામનગર શહેરમાં 5, સુરેન્દ્રનગરમાં 5, ગાંધીનગર શહેરમાં 4, મોરબીમાં 4, તાપીમાં 4, પાટણમાં 4, છોટાઉદેપુરમાં 3, અરવલ્લીમાં 2, મહીસાગરમાં 2, બોટાદમાં 2, ગીરસોમનાથણાં 2, જામગનરમાં 2, આણંદમાં 1 કેસ નોંધાયો હતો. દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં 17 દર્દીનાં મોત થયા હતા.

રાજ્યમાં હાલ 8573 એક્ટિવ કેસ છે. જે પૈકી 69 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે સ્ટેબલ 8,504 દર્દીઓ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 26,323 દર્દીઓ સાજા થયાં છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1962 પર પહોંચ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.