Site icon hindi.revoi.in

યુપી: ‘યહ મકાન બિકાઉ હૈ’, લખીને શામલીમાં મકાન છોડી રહ્યા છે મુસ્લિમ, હિંદુ સંગઠનના વ્યક્તિની મારપીટ બાદ સ્થિતિ વણસી

Social Share

યુપીના મેરઠ ખાતેના શામલીમાં થોડાક વિવાદ બાદ ઘણાં મુસ્લિમોએ પોતાના પૈતૃક મકાનો છોડી દીધા છે. ડર અને અસુરક્ષાના માહોલ વચ્ચે અડધો ડઝનથી વધારે પલાયન પહેલા ઘરની બહાર આ મકાન વેચવાનું છે- લખીને નીકળી ગયા છે. તેઓ પોતાની સાથે ઘરમાં રાખવામાં આવેલો જરૂરી સામાન પણ લઈ ગયા છે, જ્યારે તેમનો આરોપ છે કે હિંદુ સંગઠનોના દબાણમાં પોલીસ તેમના ઉપર કાર્યવાહી કરતા નકલી મામલા નોંધી રહી છે. મહત્વપૂર્ણ છે કે એક હિંદુ સંગઠનના કાર્યકર્તા સાથે મારપીટ બાદ વિસ્તારમાં સ્થિતિ મહત્વપૂર્ણ થઈ હતી.

ઈદના આગલા દિવસે 6 જૂન-2019ના રોજ અજુધ્યા ચોક પર મોમોજ ખાવાના મામલે બે યુવકો વચ્ચે ઝઘડો થયો હતો. તૌફીક સહીત ત્રણ યુવકોએ ત્યારે હિંદુ સંગઠનના કાર્યકર્તા હર્ષ અને એક અન્ય વ્યક્તિ સાથે મારામારી કરી હતી. તેના પછી મોટો વિવાદ થયો હતો. તેના થોડાક સમયગાળા બાદ એક શખ્સને પકડીને હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા તેની પિટાઈ કરવામાં આવી હતી.

આ મામલા સંદર્ભે તાત્કિલક પોલીસને માહિતી આપવામાં આવી, તના પછી આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો. પોલીસે આ મામલામાં અડધો ડઝનથી વધારેની સામે નામજદ અને 25-30 અજાણ્યા લોકો વિરુદ્ધ પીડિત તથા પોલીસ તરફથી બે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. બાદમાં મુખ્ય આરોપી સહીત કુલ આઠ લોકોને એરેસ્ટ પણ કરવામાં આવ્યા હતા.

રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે જે મકાનો પર આ મકાન વેચવાનું છે, લખેલું છે ત્યાં કોઈપણ પુરુષ નથી. ઘરની મહિલાઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ મામલામાં નિર્દોષોને ફસાવામાં આવ્યા છે. આરોપ છે કે ઉત્પીડનના કારણે લોકો મકાન વેચી અને અન્ય જગ્યાએ જવાનો નિર્ણય કરી રહ્યા છે. પીડિતોનું કહેવું છે કે વાત ત્રણ લોકોની વચ્ચેની હતી, પરંતુ પોલીસે આ પ્રકરણમાં બે ડઝનથી વધારે લોકોને સંડોવ્યા છે. તેમને દાવો છે કે તેઓ તમામ સંપૂર્ણપણે નિર્દોષ છે. હિંદુ સંગઠનોના દબાણમાં પોલીસ તેમની ઉપર કાર્યવાહી કરી રહી છે.

પોલીસ આ મામલા પર સક્રિય નજરે પડી રહી છે. સવાર પડતા જ તે મકાનોની આસપાસ જઈને ત્યાં રહેતા લોકોની જાણકારી એકઠી કરે છે. જ્યારે ગુપ્તચર વિભાગની ટીમો પણ વિસ્તારમાં દરેક નાની-મોટી ઘટનાનું મોનિટરિંગ કરી રહી છે. શામલીના એસપી અજય કુમારને ટાંકીને મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે પલાયનની વાત કરવી પોલીસની કાર્યવાહીથી બચવાનું માત્ર એક ષડયંત્ર છે. અમે તપાસ કરી રહ્યા છીએ. એકપણ આરોપીને છોડવામાં આવશે નહીં.

Exit mobile version