Site icon hindi.revoi.in

ભારતના સાત કરોડ વેપારીઓનો નિર્ણય, આ દિવાળી પર નહીં વેચે ચીની વસ્તુ

Social Share

અમદાવાદ: કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના આહવાન પર આ દિવાળી પર દેશના કોઈ પણ બજારમાં ચીનની બનાવેલ વસ્તુઓ વેચવામાં આવશે નહીં. અને આ વર્ષે ભારતીય વસ્તુઓ સાથે બજારની રોનક બમણી કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ચીન સાથેના ભારતના તણાવને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને લોકલ પર વોકલ જેવા કેમ્પેઈન અને ભારતીય વ્યવસાયની હાલની સ્થિતિને ધ્યાનમાં લેતા કેટે આ તહેવારની સિઝનમાં ચીની વસ્તુઓનો સંપૂર્ણ બહિષ્કાર અને ભારતમાં બનેલ વસ્તુઓને જન જન સુધી પહોચાડવાનું અભિયાન શરૂ કર્યું છે. કેટે આ વર્ષે 10 જૂને “ભારતીય વસ્તુ અમારું અભિમાન” નામનું અભિયાન શરૂ કર્યું હતું અને આ દિવાળી પર દેશના દરેક ઘરને ભારતીય ઉત્પાદનોથી સજાવટ કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. કેટનો દાવો છે કે તેની સાથે દેશના 7 કરોડ વેપારીઓ સામેલ છે.

40 હજાર કરોડના ધંધા પર અસર

કેટે દેશના ઘરેલુ વ્યાપાર, મહિલા કારીગરો અને ઉદ્યોગપતિઓને સશક્ત બનાવવાની પહેલ કરી છે અને આ તહેવાર પ્રસંગે સામાન્ય માણસ બજારોની સાથે ઘરેલુ ઉત્પાદનોની ખરીદી પણ કરી શકે છે. દર વર્ષે રાખડીથી દિવાળી સુધી ચીન ભારતમાં લગભગ 40 હજાર કરોડ રૂપિયાના તહેવારને લગતી વસ્તુઓની આયાત કરે છે અને આને ધ્યાનમાં રાખીને કેટે હંમેશાંથી ભારતીય બજારો પર ચીનના વધતા વર્ચસ્વ સામે અવાજ ઉઠાવ્યો છે. પરંતુ આ સમયે અવાજને અંજામ સુધી પહોંચાડવામાં આવશે. કેટે બે મહિના પહેલેથી જ દેશના ચાર રાજ્યોમાં તહેવારોને લગતી વસ્તુઓ બનાવવાનું કામ શરૂ કર્યું છે,જેથી ભારતીય બજારોમાં તેમની સરળ ઉપલબ્ધતા સુનિશ્ચિત થઈ શકે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ઘરેલું ઉત્પાદનો પણ દરેક ઘરે પહોંચાડવામાં આવે છે.

ભારતીય સામાનોની માંગમાં વધારો

કેટના જણાવ્યા મુજબ,આ વર્ષે દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ભારતીય ચીજવસ્તુઓની માંગ વધી છે, લોકો પણ જાગૃત થયા છે અને દેશી ચીજવસ્તુઓ ખરીદવા આગ્રહ કરી રહ્યા છે. આ સાથે આ વખતે ભારતીય બિઝનેસમાં વધારો થવાની સંભાવના છે. આ વર્ષે દિવાળીને લગતી દેશી વસ્તુઓ જેવી કે દીવડા, ઇલેક્ટ્રિક રંગબેરંગી બલ્બ, સુશોભન મીણબત્તીઓ, સજાવટનો સામાન, રંગોળી અને શુભ-લાભના ચિન્હો, ભેટોની વસ્તુઓ, પૂજા સામગ્રી, માટીની મૂર્તિઓ તેમજ અનેક ઉત્પાદનો ભારતીય કારીગરો દ્વારા જ તૈયાર કરવામાં આવ્યા છે. જેને ભારતીય ટ્રેડર્સ બજારો સુધી પહોચાડશે. ઉપરાંત ઓનલાઈન અને સોશિયલ મીડિયા પ્રોગ્રામો દ્વારા અને વર્ચુઅલ પ્રદર્શનો,અને દેશભરના બજારોમાં સ્ટોલ લગાવવામાં આવશે, જેથી લોકોને ભારતીય માલની અછત ન લાગે અને દરેક ભારતીય ગૌરવ સાથે તહેવાર ઉજવશે.

_Devanshi

Exit mobile version