Site icon hindi.revoi.in

મુસ્લિમ ફેક્ટરથી જ્ઞાતિઓ સુધી, નરેન્દ્ર મોદીની બીજી બમ્પર જીતથી રાષ્ટ્રીય રાજકારણમાં બદલાઈ 6 વસ્તુઓ

Social Share

પીએમ નરેન્દ્ર મોદી 2019ની લોકસભાની ચૂંટણીમાં 2014 કરતા પણ વધારા મજબૂત બનીને ઉભર્યા છે. આ ચૂંટણીમાં ભાજપને 37.4 ટકા વોટ મળ્યા છે. જે ગત ચૂંટણી કરતા વધારે છે. એટલું જ નહીં, ભાજપે પોતાના દમ પર 303 બેઠકો પણ પ્રાપ્ત કરી છે, જે ગત ચૂંટણી કરતા 21 બેઠકો વધારે છે. ભાજપની જીતના મોટા રાજકીય અર્થો છે અને આગામી દિવસોમાં તેની રાષ્ટ્રીય રાજનીતિ પર ઊંડી અસર પણ રહેવાની છે. આવો જાણીએ કે સું હશે આ જીતની છ સૌથી મોટી અસર…

મજબૂત થશે રાજનીતિ પર ભગવો રંગ

ભાજપની જીત પીએમ નરેન્દ્ર મોદીની હિંદુત્વ પ્લસ વિકાસની રાજનીતિની જીત છે. બીફ બેન અને નહેરુ પર જંગ, સરદાર પટેલ અને આંબેડકરને તેમનું સ્થાન આપવું અને પ્રાદેશિક નાયકોને મહત્વ આપીને ભાજપે હિંદુત્વ સાથે જ સામાજીક સમીકરણોને પણ સાધ્યા છે. આના સિવાય સડકો અને શૌચાલયોના મોટા પ્રમાણમાં નિર્માણથી પણ ભાજપના પક્ષમાં માહોલ બન્યો છે. આ પરિણામ ભાજપની આ રાજનીતિ પર મંજૂરીની મ્હોર લગાવે છે.

જ્ઞાતિવાદીઓ પર વેલફેર સ્કીમ ભારે પડી

2019માં મોદીને ફરી એકવાર મેળલા જનતાના બમ્પર આશિર્વાદનું કારણ ગરીબો માટે ચલાવવામાં આવેલી સ્કીમો છે. તેને કારણે ગરીબો વચ્ચે મોદીની વિશ્વસનીયતા પણ વધી છે. રાંધણ ગેસ, પાવર કનેક્શન, હેલ્થ ઈન્શ્યોરન્સ, બેંક એકાઉન્ટ્સ, ખેડૂતો માટે ઈન્કમ સપોર્ટ સ્કીમને કારણે પીએમ મોદીએ જ્ઞાતિઓથી પર સમાજમાં એક એવો વર્ગ તૈયાર કર્યો છે કે જે વેલફેર સ્કીમોને કારણે તેમને વોટ આપી રહ્યો છે.

પીએમ મોદીની રાષ્ટ્રીય અપીલ પણ વધશે

ચૂંટણીમાં ફરી એકવાર પીએમ મોદીને રાષ્ટ્રીય સુરક્ષા મામલે મજબૂત નેતા તરીકે રજૂ કર્યા હતા. પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ અને તેના પછી બાલાકોટની એર સ્ટ્રાઈકે પણ આના માટે માહોલ તૈયાર કરવાનું કામ કર્યું છે. ભાજપે કોંગ્રેસના આતંકવાદના મામલા પર નબળા દળ તરીકે રજૂ કરી. ભાવનાત્મક મુદ્દા પર મોદીએ વિપક્ષને અલગ-થલગ કર્યો છે. આગામી સમયમાં મોદીની રાષ્ટ્રીય રાજનીતિમાં અપીલ વધશે.

ચાલુ રહ્યો નિર્ણાયક વોટનો ટ્રેન્ડ

2007માં બીએસપીએ યુપીમાં જ્યારે પૂર્ણ બહુમતીથી ચૂંટણી જીતી હતી, ત્યારે કદાચ 21મી સદીની ભારતીય રાજનીતિમાં પહેલો મોકો હતો, જ્યારે જનતાએ કોઈ સરકારને આવી રીતે ચૂંટી હતી. તેના પછી ચાહે અખિલેશ યાદવની સરકાર હોય અથવા પછી 2014માં મોદીની કેન્દ્રમાં જીત અને બાદમાં 2017માં ભાજપને યુપીમાં મળેલી જીતની વાત હોય. આ તમામમાં જનતાએ સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. 2019માં ફરી એકવાર લોકોએ એકતરફી મોદીના પક્ષમાં જ વોટિંગ કર્યું છે.

જ્ઞાતિવાદ પર ભારે પડી આકાંક્ષાઓ

ભારતીય રાજનીતિમાં સંપૂર્ણપણે હજી જ્ઞાતિવાદનો અંત થયો નથી. પરંતુ તેની અસર જરૂરથી ઓછી થઈ છે. ભાજપે જેવી રીતે જીત પ્રાપ્ત કરી છે, તે સાબિત કરે છે કે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં એક એવો વર્ગ તૈયાર થયો છે, જે જ્ઞાતિઓથી પર પોતાની આકાંક્ષાઓના આધારે વોટિંગ કરે છે. એટલું જ નહીં, વંશ અને પરિવારોની રાજનીતિથી પણ પર રહીને લોકોએ મોદીને વોટ આપ્યા છે. આ વર્ગ માટે અવસર, ગ્રોથ અને રાષ્ટ્રીય ગર્વ મુખ્ય વિષય રહ્યા છે.

મુસ્લિમ વોટબેંકની રાજનીતિને હાંસિયો બતાવાયો

બીએસપી અને એસપી યુપીમાં કેટલીક બેઠકો મેળવવામાં કામિયાબ રહ્યા છે. જેને કારણે લોકસભામાં મુસ્લિમ સાંસદોની સંખ્યા 2014ના 23ના આંકડાના સ્પર્શી શકી છે. પરંતુ 2019ની ચૂંટણીના પરિણામો સંકેત આપી રહ્યા છે કે મુસ્લિમ વોટબેંકના રાજકારણનું કેન્દ્ર રહેલા ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, આસામ, કેરળ અને મહારાષ્ટ્રમાં આ ફેક્ટર એક પ્રકારે સમાપ્ત થઈ ચુક્યું છે. ભાજપે એક પ્રકારે મુસ્લિમ વોટબેંકના રાજકીય વીટોને સમાપ્ત કર્યો છે. ભાજપે પોતાના અપર કાસ્ટ વોટરોની સાથે જ સોશયલ રી-એન્જિનિયિરિંગ કરીને મુસ્લિમ વોટબેંકની એકજૂટતાના એક રીતે હાલના રાજકારણમાં અપ્રાસંગિક બનાવી દીધી છે. રાજકીય બાબતોના જાણકારો મુજબ, અંદાજે 40 ટકા હિંદુ વોટરો એકતરફી વોટિંગ કરી રહ્યા છે અને આ પેટર્ન એક રીતે છદ્મ સેક્યુલારિઝમના ચાલેલા વોટબેંકના રાજકારણને રાષ્ટ્રવાદી લાગણીઓ દ્વારા ભણાવવામાં આવતો બોધપાઠ છે.

Exit mobile version