1. Home
  2. revoinews
  3. ગુજરાતમાં એક જ દિવસમાં સૌથી વધારે 580 પોઝિટિવ કેસ નોંધાયાં
ગુજરાતમાં એક જ દિવસમાં સૌથી વધારે 580 પોઝિટિવ કેસ નોંધાયાં

ગુજરાતમાં એક જ દિવસમાં સૌથી વધારે 580 પોઝિટિવ કેસ નોંધાયાં

0
  • 24 કલાકમાં 25 લોકોના થયાં મોત
  • રાજ્યમાં 655 દર્દીઓ સાજા થયાં
  • હાલ 2.23 લોકો ક્વોરન્ટાઈન

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. દરમિયાન રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધારે 24 કલાકમાં નોંધાયાં હતા. ર્જાયમાં 24 કલાકમાં કોરોના વાયરસના 580 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંકડો વધીને 27317 ઉપર પહોંચ્યો છે. બીજી તરફ 655 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યાં હતા. અમદાવાદમાં કેસમાં ઘટાડો થયો છે ત્યારે સુરતમાં કોરોના વાયરસના કેસ ચિંતાજનક રીતે વધારો થયો છે.

રાજ્યમાં 24 કલાક દરિમયાન અમદાવાદમાં સૌથી વધારે 273 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જ્યારે સુરતમાં 176, વડોદરામાં 41, ગાંધીનગરમાં 15, ભરૂચ 10, અરવલ્લીમાં 9, ભાવનગર 8, જામનગર 8, વલસાડમાં 5, રાજકોટમાં 4, આણંદમાં 4, પંચમહાલ, પાટણ, અમરેલીમાં 4-4,  બનાસકાંઠા-સાબરકાંઠામાં 3-3, મહેસાણામાં 2, જૂનાગઢણાં 2, ખેડા,બોટાદ, દાહોદ, સુરેન્દ્રનગર, દેવભુમિ દ્વારકામાં 1-1 કેસ નોંધાયા હતા. જો કેસ બીજી તરફ રાહતની વાત એ છે કે, 655 દર્દીઓ સાજા થયાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,24,874 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમજ પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગની કામગીરી વધુ તેજ બનાવવામાં આવી છે. અમદાવાદનાં 20, સુરતમાં 3 અને અરવલ્લી-છોટાઉદેપુરમાં 1-1 મોત થયાં હતા. આમ કોરોના મહામારીમાં અત્યાર સુધીમાં 1600થી વધારે લોકોના મોત થયાં છે.

રાજ્યમાં હાલ 2.23 લોકો ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં છે. જે પૈકી 2,19,465 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 3985 લોકોને પ્રાઇવેટ અથવા સરકારી ફેસિલીટીમાં રાખવામાં આવ્યાં છે. રાજ્યમાં હાલ 6237 દર્દીઓની હાલત સ્થિત છે જ્યારે 59 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.