1. Home
  2. revoinews
  3. ગુજરાતમાં કોરોનાના નવા 540 કેસ નોંધાયાં, પોઝિટિવ કેસનો આંકડો 26 હજારને પાર
ગુજરાતમાં કોરોનાના નવા 540 કેસ નોંધાયાં, પોઝિટિવ કેસનો આંકડો 26 હજારને પાર

ગુજરાતમાં કોરોનાના નવા 540 કેસ નોંધાયાં, પોઝિટિવ કેસનો આંકડો 26 હજારને પાર

0
  • 24 કલાકમાં 340 દર્દીઓ થયાં સાજા
  • અત્યાર સુધીમાં 17 હજારથી વધારે દર્દીઓએ સાજા થયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન 24 કલાકમાં કોરોના વાયરસના 540 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જેમાં અમદાવાદમાં સૌથી વધારે 312 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો વધીને 26 હજારને પાર ગયો છે. દરમિયાન રાજ્યમાં 21 કલાકમાં 27 દર્દીના મોત થયાં હતા. બીજી તરફ રાહતની વાત એ છે કે, 340 જેટલા દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યાં હતા.

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન 24 કલાકમાં અમદાવાદમાં 312, સુરતમાં 93, વડોદરામાં 45, મહેસાણામાં 12, ગાંધીનગર, જામનગર, ભરૂચમાં 9-9, પાટણમાં 8, અરવલ્લીમાં 7, રાજકોટમાં 5, કચ્છ, જૂનાગઢ, નર્મદામાં 4-4, વલસાડમાં 3, ભાવનગર, સાબરકાંઠા, ખેડા, દાહોદ, સુરેન્દ્રનગરમાં 2-2, બનાસકાંઠા, મહીસાગર, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, નવસારીમાં 1-1 કેસ નોંધાયા હતા. જ્યારે રાજ્યમાં 340 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યાં હતા. અમદાવાદમાં 206, સુરતમાં 55, વડોદરામાં 21, આણંદમાં 8, ભરુચ, પંચમહાલમાં 7-7, મહેસાણામાં 6, ગાંધીનગર, ખેડામાં 5-5, સાબરકાંઠામાં 4, પાટણ, રાજકોટમાં 3-3, ભાવનગર, જામનગર, જૂનાગઢમાં 2-2 જ્યારે અરવલ્લી, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરમાં 1-1 દર્દીએ કોરોના વાયરસ સામે જીત મેળવી હતી. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 18 હજારથી વધારે દર્દીઓ સાજા થયાં છે.

રાજ્યમાં હાલની સ્થિતિ એ કુલ 6412 દર્દીઓ એક્ટિવ છે. જેમાંથી 67 દર્દીઓ વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. જ્યારે 6345 દર્દીઓની હાલત હાલ સ્થિર છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.