1. Home
  2. revoinews
  3. ગુજરાતમાં કોરોના વાયરસના નવા 524 કેસ નોંધાયાં : 418 દર્દી સાજા થયાં
ગુજરાતમાં કોરોના વાયરસના નવા 524 કેસ નોંધાયાં : 418 દર્દી સાજા થયાં

ગુજરાતમાં કોરોના વાયરસના નવા 524 કેસ નોંધાયાં : 418 દર્દી સાજા થયાં

0
  • રાજ્યમાં કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત અમદાવાદ
  • અમદાવાદમાં અત્યાર સુધીમાં 17 હજારથી વધારે કેસ નોંધાયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં દરરોજ ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન 24 કલાકમાં કોરોના વાયરસના નવા 524 પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો વધી 24500ને પાર થયો છે. આ ઉપરાંત 24 કલાકમાં 28 દર્દીઓના મોત થયાં હતા. જો કે, રાહતની વાત એ છે કે, 418 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યાં હતા.

રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધારે 332 પોઝિટિવ કેસ કોરોના વાયરસના નોંધાયાં હતા. આવી જ રીતે સુરતમાં 71, વડોદરામાં 41, ગાંધીનગરમાં 22, રાજકોટમાં 10, પંચમહાલમાં 5, ભરૂચમાં 6, અરવલ્લીમાં 4, અમરેલીમાં 4, મહેસાણામાં 3, પાટણ, કચ્છમાં, જામનગર, સુરેન્દ્રનગરમાં 3, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, ખેડામાં 2-2 કેસ, બોટાદ, દેવભૂમિ દ્વારકા અને મોરબીમાં 1-1 નોંધાયો હતો. બીજી તરફ રાજ્યમાં અત્યાર સુધીમાં 17 હજારથી વધારે દર્દીઓ સાજા થયાં છે. રાજ્યમાં હાલમાં કુલ 6004 એક્ટિવ કેસ છે. જે પૈકીના 64 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે રાજ્યમાં આ મહામારીમાં અત્યાર સુધીમાં 1500થી વધારે દર્દીઓના મોત થયાં છે.

ગુજરાતમાં સૌથી વધારે પોઝિટિવ કેસ માત્ર અમદાવાદમાં નોંધાયાં છે. અમદાવાદમાં કોરોના વાયરસના 17 હજારથી પણ વધારે કેસ નોંધાયાં છે. જે પૈકી 12 હજારથી પણ વધારે દર્દીઓ સાજા થયાં છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.