1. Home
  2. revoinews
  3. PM Cares ફંડમાંથી 50,000 વેન્ટિલેટર બનાવાશે, આટલી આર્થિક સહાય જાહેર કરાઇ
PM Cares ફંડમાંથી 50,000 વેન્ટિલેટર બનાવાશે, આટલી આર્થિક સહાય જાહેર કરાઇ

PM Cares ફંડમાંથી 50,000 વેન્ટિલેટર બનાવાશે, આટલી આર્થિક સહાય જાહેર કરાઇ

0
  • દેશમાં કોરોનાના કેસ વધતા વેન્ટિલેટરની આવશ્યકતા વધી
  • ભારત સરકારે વેન્ટિલેટર માટે 2000 કરોડ ફાળવ્યા
  • ભારતની કંપનીઓ કરશે વેન્ટિલેટરનું નિર્માણ

દેશમાં કોરોના મહામારીના વધતા વ્યાપને જોતા વેન્ટિલેટરની વધુ આવશ્યકતા છે ત્યારે હવે સરકાર મેડ ઇન ઇન્ડિયાના વેન્ટિલેટર ખરીદશે. આ માટે સરકારે PM કેર ફંડમાંથી બે હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. તેનો ઉપયોગ કોરોનાવાયરસ ના દર્દીઓ માટે કરવામાં આવશે.

સરકાર જે વેન્ટિલેટર ખરીદશે તે 50,000 વેન્ટિલેટરને કેન્દ્રશાસિત પ્રદેશ અને રાજ્ય સરકારની સરકારી હોસ્પીટલને આપવામાં આવશે. જ્યાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર ચાલુ છે.

આ 50,000 વેન્ટિલેટર માંથી 30,000 વેન્ટિલેટરનું નિર્માણ ભારત ઇલેક્ટ્રોનિક કરશે જ્યારે 20 હજાર વેન્ટિલેટરનું નિર્માણ એગ્વા હેલ્થકર્સ, AMTZ બેઝિક સહિત બીજી સ્વદેશી કંપનીઓ કરશે.

આ 50,000માથી અત્યાર સુધીમા 2923 વેન્ટીલેટર બનાવી લીધા છે, જેમા 1340 વેન્ટીલેટરતો રાજ્યોને ફાળવી દીધા છે. જેમકે, મહારાષ્ટ્રને 275, દિલ્હીને 275, ગુજરાતને 175, બિહારને 100, કર્ણાટકને 90 અને રાજસ્થાનને 75 વેન્ટીલેટર આપવામા આવ્યા છે, જુન મહિનાના આખરમા વધુ 14,000 વેન્ટીલેટર રાજ્યોને આપવામા આવશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.