Site icon hindi.revoi.in

50 રૂટોની પેસેન્જર ટ્રેનોનું સંચાલન હવે ખાનગી સંચાલકોના હાથમાં-રેલવે બોર્ડની બેઠકમાં થઈ ચર્ચા

Social Share

પેસેન્જર ટ્રેનોને ખાનગી હાથોમાં સોંપવા માટે ક બેઠક યોજવામાં આવી હતી જેમાં,50 ટ્રેન રુટો વિશે ચર્ચા કરવામાં આવી હતી, બેઠકમાં 6 ઝોનલના રેલવે અધિકારીઓને બોલાવવામાં વ્યો હતા,હવે દરેક 6 ઝોનલ રેલવે પોત પોતાના રેલવે રૂટો પર ખાનગી ટ્રેનો ચલાવવાની પ્રક્રિયા નક્કી કરશે.

આ અધિકારીઓમાં 6 રેલવે ઝોનલના પ્રિસિંપલ ચીફ ઓપરેશન મેનેજરે ભાગ લીધો હતો,આ 6 ઝોનલમાં નાર્દર્ન રેલવે,મધ્ય રેલવે,દક્ષિણ-પશ્વિમ રેલવે, ઉત્તર મધ્ય રેલ્વે, દક્ષિણ મધ્ય રેલ્વે અને દક્ષિણ રેલ્વેના અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા.

આ બેઠકનો મુખ્ય એજન્ડા પેસેન્જર ટ્રેનોને ખાનગી સંચાલકોના હાથમાં સોંપવાનું કહેવામાં આવ્યું હતું, બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે,ખાનગી સંચાલકો અતિઆધુનિક પેસેન્જર ટ્રેન ચલાવશે,તે માટે વ્યવસ્થતા સંપુર્ણ રીતે પારદર્શક રાખવામાં આવશે,ટ્રેનોનું નિયંત્રણ કરવા માટે આરએફક્યૂ અને આરએફપી હેઠળ વ્યવસ્થા કરવામાં આવશે.

પારદર્શક વ્યવસ્થા હેઠળ ખાનગી કંપનીઓ પાસેથી પેસેન્જર ટ્રેનોને ચલાવવા માટે પ્રસ્તાવ માંગવામાં આવશે,આ પ્રસ્તાવના આધારે રેલવે પેસેન્જરો ટ્રેનોને ચલાવવા માટે ભાડુ નક્કી કરશે,જે બેઝ પ્રાઈસ હશે, આ બેઝ પ્રાઈઝના આધાર પર રેલવે ટેન્ડર આમંત્રિત કરશે.

પેસેન્જર ટ્રેનોને ખાનગી હાથોમાં સોંપવા માટે યોજવામાં વેલી  બેઠકમાં 50 ટ્રેન રૂટો વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી,હવે દરેક 6 ઝોનલ રેલવે પોતપોતાના રેલવે રૂટો પર ખાનગી ટ્રેનનું સંચાલન કરવાની પ્રક્રિયા નક્કી કરશે,તે માટે ફિઝિબિલિટી ને કોમર્શિયલ વાયબિલિટી રિપોર્ટ પણ તૈયાર કરવામાં વશે.

ઝોનલ રેલવે  વાત પણ નક્કી કરશે કે,તેમના રૂટમાં વધુમાં વધુ કેટલી ટ્રેનો ચલાવવાની શક્યતો છે,ખાનગી હાથોમાં સોંપવા માટે ટ્રેનોની પસંદગી કરવામાં આવશે,તે માટે કોચિંગ ટર્મિનલ અને વોશિંગ લાઈનની અલગથી રચના કરવામાં આવશે.

Exit mobile version