Site icon hindi.revoi.in

અરુણાચલમાં 5.9ની તીવ્રતાનો ભૂકંપ, ઈશાન ભારત, બાંગ્લાદેશમાં અનુભવાયા આંચકા

Social Share

શુક્રવારે અરુણાચલ પ્રદેશમાં 5.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું એપિસેન્ટર અરુણાચલપ્રદેશના ઈસ્ટ કામેંગ જિલ્લામાં જમીનથી દશ કિલોમીટર નીચે નોંધાયું હતું. હવામાન ખાતાની વેબસાઈટ પર આના સંદર્ભે જાણકારી આપવામાં આવી છે. આ ભૂકંપના આંચકા બાદ વધુ બે આંચકા પણ અનુભવાયા હતા. જેમાં કુરુંગ કુમેવમાં 4.9ની તીવ્રતા અને ઈસ્ટ કામેંગમાં 3.8ની તીવ્રતાના આંચકા નોંધાયા હતા.

અહેવાલો પ્રમાણે, ભૂકંપના આંચકા ગૌહાટી અને આસામ સહીત સમગ્ર પૂર્વોત્તર ભારતમાં બપોરે 2-52 વાગ્યે અનુભવાયા હતા. નાગાલેન્ડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

પાડોશી દેશ બાંગ્લાદેશના પાટનગર ઢાકા અને અન્ય વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

જો કે ભૂકંપને કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી.

Exit mobile version