Site icon hindi.revoi.in

પાકિસ્તાન દ્રારા અલબદરના 45 આતંકીઓને ખૈબર પખ્તુનખ્વામાં ટ્રેનિંગ અપાઈ રહી છે

Social Share

પાકિસ્તાન હમેંશા આંતવાદથી ઘેરાયેલું રાષ્ટ્ર છે,જ્યારે જ્યારે પણ ભારતમાં કોઈ હુમલો કે આંતક ફેલાયું છે ત્યારે તેમાં પાકિસ્તાનનો જ હાથ હોય છે ,છતા પણ પાકિસ્તાન પોતાનો બચાવ કરવા અવનવા પેતરા અજમાવતું રહેતું હોય છે,ત્યારે ફરી એકવાર પાકિસ્તાન ભારત હુમલો કરવાની સાજીસ રચી રહ્યું છે.

પાકિસ્તાને અલ-બદરના 45 આત્મઘાતી આતંકીયોના મારફતે કાશ્મીરમાં હિંસા ફેલાવવાનું આયોજર કરવામાં આવી રહ્યું છે.જેના માટે ખૈબર પખ્તુનખ્વામાં પાકિસ્તાને આંતકી શિબિરની યોજના કરીને તેમાં આંતકીઓને ટ્રેનિગ આપી રહ્યું છે,એક મીડિયાને મળતી માહિતી મુજબ આ વખતે પાકિસ્તાની આર્મી ખૈબર પખ્તુનખ્વાના ટ્રેનિંગ કેમ્પમાં અલ-બદરના 45 જેટલા આત્મધાતી આતંકીઓને તાલીમ આપી રહી છે. ખૈબર પખ્તુનખ્વા એ  જગ્યા  છે કે જ્યાં ભારતે બાલાકોટ હવાઈ હુમલો કર્યો હતો અને પાકિસ્તાનના હોશ ઉડાવ્યા હતા.

ખૈબર પખ્તુનખ્વાના આ કેમ્પમાં જૈશની જગ્યાએ તેના સાથે જોડાયેલા આતંકી સંગઠન અલબદરને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, આત્મધાતી આતંકીઓને અહિયા પોતે અલબદરનો મુખ્ય બખ્ત ઝરીન દ્રારા ટેક્નિકલ ટ્રેનિંગ અપાઈ રહી છે,સાથે સાથે તેઓને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ પણ આપી રહ્યા છે તે ઉપરાંત જીપીએસ ટ્રેકીંગ અને મેપ રિડિંગ કઈ રીતે થાય તે પણ શીખવાડવામાં આવી રહ્યું છે.

એક ગુપ્ત એજન્સીના રિપોર્ટ પ્રમાણે,માનસેહરાના અલ બદર ટ્રેનિંગ કેમ્પમાં આતકીઓને એકે 47 ,પીઆઈકેએ,એલએમજી,રૉકેટ લાંચર,યૂબીજીએલ અને હૈંડ ગ્રેનેડ ચલાવવાની પ્રેક્ટીસ કરાવવામાં આવી રહી છે,એટલું જ નહી પરંતુ આ તમામને અહિ જંગલમાં રેહવા,ગોરીલ્લા યૂદ્ધ, જંગલવૉર ફેયર, કોમ્યૂનિકેશન,ઈંટરનેટ અને જીપીએસ મેપની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

Exit mobile version