Site icon Revoi.in

ટીએમસી જાતિવાદી પણ છે!: રબિન્દ્ર ભારતી યુનિવર્સિટીના ચાર દલિત પ્રોફેસરોએ આપ્યા રાજીનામા, ટીએમસીની છાત્ર પરિષદ પર આરોપ

Social Share

કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં તબીબોની હડતાળ બાદ હવે એક નવી બબાલ સામે આવી છે. રબિન્દ્ર ભારતીય યુનિવર્સિટીના ચાર પ્રોફોસરોએ એક સાથે રાજીનામા આપ્યા છે. તેમનો આરોપ છે કે ટીએમસીના કાર્યકર્તાઓએ તેમના ઉપર જાતિવાદી ટીપ્પણી કરીને તેમનું અપમાન કર્યું છે. ટીએમસીની સ્ટૂડન્ટ વિંગ તૃણમૂલ કોંગ્રેસ છાત્ર પરિષદ પર આના સંદર્ભે આરોપ લગાવવામાં આવ્યો છે. જો કે છાત્રસંઘે આવા તમામ આરોપોને રદિયો આપ્યો છે.

વાઈસ ચાન્સેલરને પોતાના રાજીનામા ધરી દેનારા દલિત પ્રોફેસરોનું કહેવું છે કે યુનિવર્સિટીના કેટલાક લોકોએ તેમની સાથે ગેરવર્તન કર્યું. તેની સાથે જ તેમણે પશ્ચિમ બંગાળના શિક્ષણ પ્રધાનને પણ આ મામલામાં હસ્તક્ષેપ કરવાની માગણી કરી છે. તો ટીએમસીની સ્ટૂડન્ટ વિંગે ચારેય દલિત પ્રોફેસરોના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમનું કહેવું છે કે આ તમામ પ્રોફેસર રેગ્યુલર ક્લાસ એટેન્ડ કરતા નથી.

અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, પશ્ચિમ બંગાળના એજ્યુકેશન મિનિસ્ટર પાર્થ ચેટર્જીએ આ ઘટના બાદ યુનિવર્સિટીની મુલાકાત લીધી છે. તેમણે ફેકલ્ટી મેમ્બર્સની સાથે મુલાકાત કરી અને આ મામલાની તપાસના આદેશ પણ આપ્યા છે. તેમણે કહ્યુ છે કે કેટલાક સ્ટૂડન્ટ્સનો ક્લાસ મિસ કરવાને લઈને પ્રોફેસરો સાથે વિવાદ થયો હતો. પરંતુ આ મામલામાં જે પણ કોઈ જવાબદાર છે, તેને બક્ષવામાં નહીં આવે.

પ્રધાને કહ્યુ છે કે મે પ્રોફેસરો સાથે મુલાકાત કરી અને તેમને રાજીનામા પાછા લેવા જણાવ્યું છે. મે તેમને જણાવ્યુ છે કે અમે ટાગોરના નામ પર ચાલી રહેલી આ યુનિવર્સિટીમાં આવી કોઈપણ ઘટનાને થવા દઈશું નહીં. ટીચર્સ અને સ્ટૂડન્ટ્સે ક્લાસ જરૂરથી એટેન્ડ કરવા જોઈએ. આ મામલામાં તપાસ કમિટી પોતાનો રિપોર્ટ સોંપશે અને તેને તમામની સાથે શેયર કરવામાં આવશે.

ગત મહીને એસસી કમ્યુનિટીમાંથી આવનારા એક જિઓગ્રાફી પ્રોફેસર સરસ્વતી કેરકેત્તાએ આરોપ લગાવ્યો કે કેટલાક વિદ્યાર્થીઓ અને સ્ટાફે જાતિને લઈને તેમનું અપમાન કર્યું હતું. તેમણે એ પણ આરોપ લગાવ્યો કે તેમને ક્લાસરૂમમાં એક કલાક સુધી ઉભા રાખવામાં આવ્યા. તેના પછી કેટલાક અન્ય પ્રોફેસરોએ પણ આવા પ્રકારના આરોપ લગાવ્યા હતા.

બાદમાં આ મુદ્દો ત્યારે સૌની સામે આવ્યો કે જ્યારે આ તમામ પ્રોફેસરોએ એકસાથે પોતાના પદ પરથી રાજીનામા આપી દીધા. પ.બંગાળના પ્રધાન પાર્થ ચેટર્જીએ કહ્યુ છે કે મે સ્ટૂડન્ટ્સને અપમાનિત કરાયેલા પ્રોફેસરોની માફી માંગવા માટે તાકીદ કરી છે.