જમ્મુ-કાશ્મીરના પુલવામા સોમવારના રોજ આંતકીયોએ જંગલમાં ધૂમતુ ગુજ્જર સમુદાયના બે લોકોનું પહરણ કર્યુ હતુ,ત્યાર બાદ આંતકીઓ એ આ બે વ્યક્તિમાંથી એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી હતી, જો કે બીજા વ્યક્તિની શોધખોળ શરુ છે.
જમ્મુ-કાશ્મીરમાં 370 હટાવ્યા બાદ પ્રથમ ઘટના સામે આવી છે,જેમાં આંતકીઓ એ 370 નાબુદ થયા બાદ પ્રથમ ઘટનાને અંજામ આપ્યો છે. જેમાં આંતકીઓ એ બે વ્યક્તિઓનું અપહરણ કર્યું હતુ અને ત્યાર બાદ પુલવાના જંગલમાં તેમાંથી એક વ્યક્તિને ગોળી માળીને હત્યા કરી હતી.જ્યારે સુરક્ષા દળોએ બીજા વ્યક્તિ અને આંતકીઓ સામે સર્ચ ઓપરેશન શરુ કર્યું છે.
જ્મ્મુૃ-કાશ્મીરના પોલીસના જણાવ્યાં મુજબ પુલવા જીલ્લાના ત્રાલ સેક્ટરમાં સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ એક અસ્થાયી આશ્રય સ્થાન ‘ઢોક’ થી અજાણ્યા હથિયારધારીઓ એ રાજૌરી જીલ્લાના અબ્દુલ કાદીર કોહલી અને શ્રીનગરના ખોનમોહ ક્ષેત્રના મંજૂર અહમદનું અપહરણ કર્યુ હતુ, તેમણે વધું માં કહ્યું કે ઘણા સમય સુધી સર્ચ ઓપરેશન કર્યા બાદ પોલીસને અબ્દુલ કાદીર કોહલીનું શરીર ગોળીઓથી છલ્લી થયેલું મળી આવ્યું હતુ જ્યારે રેસ્ક્યુ ટીમે બીજા વ્યક્તિની શોધ કરી રહી છે.
ભારતીય જનતા પાર્ટીની આગેવાનીવાળી એનડીએ સરકાર દ્વારા આ મહિનાની 5 તારીખે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-37૦ ને નાબૂદ કર્યા પછી ને જેમમુ કાશ્મીરને બે અલગ અલગ રાજ્યમાં સ્થાપિત કર્યા બાદની આ પહેલી આતંકી ઘટના છે. જ્યારે સરકારના નિર્ણય પછી ઘાટી વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી, જો કે આ નિર્ણયના 22 દિવસ વિત્યા પછી પણ વહીવટતંત્રએ ત્યાની પરિસ્થિતી સામાન્ય કરવા પર લાગ્યું છે , છતા પણ આંતકીઓ એ આ ઘટનાને અંજામ આપ્યો હતો.
ત્યારે આ પહેલા 20 ઓગસ્ટે લશ્કર-એ-તૈયબાના આંતકવાદી અને પોલીસ અધિકારીઓ માર્યા ગયા હતા, જ્યારે 15 ઓગસ્ટના રોજ સુરક્ષા જવાનો અને આંતકવાદીઓ વચ્ચે બારામુલા જીલ્લામાં એક પોલીસ કર્મી ઘાયલ થયો હતો.