Site icon hindi.revoi.in

સિક્કિમમાં ભારે વરસાદ વચ્ચે ફસાયા 300 પર્યટકો, પોલીસે શરૂ કર્યું રેસ્ક્યૂ ઓપરેશન

Social Share

સિક્કીમમાં અઢીસોથી ત્રણસો પર્યટકો જિમામાં ફસાયા છે. ચુંગથાંગમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ચુંગથાંગ-લાચેન-થાંગૂની વચ્ચેની સડક બંધ છે. તેને કારણે પર્યટકો અહીં ફસાઈ ગયા છે. હાલ લાચેન પોલીસે પર્યટકોનું રેસ્ક્યૂ શરૂ કર્યું છે. ત્રણ સ્થાનો પરથી ઘણાં પર્યટકોને લાચેન લવાઈ રહ્યા છે.

જિમામાં લગભગ અઢીસોથી ત્રણસો પર્યટકો ફસાયા છે. લાચેન પોલીસે ત્રણ સ્થાનો પરથી લોકોને બહાર કાઢયા છે. ભારે વરસાદની ઝપટમાં આવેલા આ લોકોને લાચેન લાવવામાં આવશે. ચુંગથાંગમાં વરસાદ થઈ રહ્યો છે. ચુંગથાંગ-લાચેન-થાંગૂ વચ્ચેની સડકના ઘણાં સ્થાનો બ્લોક થઈ ચુક્યા છે.

એજન્સી સ્કાય વેધરે મંગળવારે કહ્યું છે કે ઉત્તર આંધ્રપ્રદેશના ઘણાં વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે પવન અને વરસાદ થઈ રહ્યો છે. કેટલાક સ્થાનો પર મધ્યમ અને કેટલાક સ્થાનો પર ભારે વરસાદ થઈ રહ્યો છે.

આંધ્રપ્રદેશ સિવાય તેલંગાણા અને તમિલનાડુમાં પણ ભારે વરસાદનું પૂર્વાનુમાન છે. કેરળના પશ્ચિમના તટવર્તી વિસ્તારો સહીત કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રના તટવર્તી વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે.

બીજી તરફ દિલ્હી-એનસીઆર સહીત કેટલાક અન્ય વિસ્તારોમાં સોમવારે રાત્રે ભારે વરસાદ થયો હતો. વરસાદ બાદ દિલ્હી અને એનસીઆરમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. શરૂઆતમાં વરસાદ તેજ હતો. પરંતુ કેટલાક સમય બાદ હળવો વરસાદ થતો રહ્યો. જો કે તેનાથી લોકોને ગરમીમાંથી રાહત જરૂર મળી છે. આ દરમિયાન હળવો અને ભારે પવન પણ ફૂંકાતો રહ્યો છે.

Exit mobile version