આસામના 30 જીલ્લામાં પુરની પરિસ્થિતીઃ કુદરતી પ્રકોમ સામે લોકો લાચાર
કુદરત સામે લાચાર માનવજાત
આસામમાં કુદરતનો પ્રકોપ
કાજીરંગા નેશનલ પાર્ક પાણીમાં ગરકાવ
પશુઓને અન્ય સ્થળ પર લઈ જવામાટે રેસ્ક્યૂ ઓપરેશન સતત કાર્યરત
લોકોના બે હાલ, લોકો થયા ઘરથી બે ઘર
કુદરત જાણે આસામથી નારાજ થઈ છે
બ્રહ્મપુત્ર નદીમાં પુર રોકવાનું નામ નથી લેતું
આસામના કેટલાક જીલ્લા ટાપુમાં ફેરવાયા
આસામના કુલ 33 જીલ્લાઓમાંથી 30 પુરની ઝપેટમાં છે , ત્યારે 15 લોકોએ ભૂસ્ખલન અને પુરના કારણે પોતાની જાનથી હાથ ધોવાનો વારો આવ્યો છે ત્યારે બ્રહ્રમપુત્ર નદીના કહેરથી બચવા માટે માનવ તથા પશુંઓ સુરક્ષીત સ્થળ શોધીને પોતાને બચાવવાના પ્રયત્ન કરી રહ્યા છે 4157 ગોમો તો પાણીમાં ગરકાવ થવાના કારણે ટાપુ બની ચુક્યા છે ત્યારે ત્યાને કાજીરંગા નેશનલ પાર્ક પણ પુરી રીતે ડુબવાની તૈયારીમાં થે જ્યારે હાલ આ પાર્ક 90 ટકા તો પાણીમા ગરકાવ થઈજ ચુક્યા છે. આ પુરની અસરથી 42 લાખ 68 હજાર લોકોનું જનજીવલ અસ્ત-વ્યસ્ત બન્યું છે.
બ્રહ્મપુત્ર અને તેની સાથે જોડાયેની નદીઓના પાણી સતત વધતુ જાય થે જેના કારણે આસામના બાકી બચેલા કોરાપટને પણ તે ઝપેટમાં લેવાની તૌયારીમાં છે ત્યારે કાજીરંગા નેશનલ પાર્કમાં પાણીના કારણે વિનાશ પામવાની તૈયારીમાં છે , ચારે તરફ પાણી જ પાણઈ નજરે આવે છે આ પાર્કમાં કોરી જમીન શાધવી મુશ્કેલ છે પાર્ક અક શિંગડી વાળા ગેંડા માટે પુરા વિશ્વમાં ખુબજ જાણીતુ છે ત્યારે કહી શકાય કે દુનિયાભરમાં ખુબ જ જાણીતો આ પાર્ક અત્યારે દયનિય હાલતમા છે.
પુરના પાણી આ પાર્કમાં ફરી વળતા અહિના જાનવરો પર જીવનું જોખમ મંડળી રહ્યું છે ,જાનવર જ્યા ત્યા ફસાયેલા જોવા મળી રહ્યા છે આ પાર્ક 1 હજાર હાથિ અને સેકડો હરણોનું ઘર માનવામાં આવતું હતુ પરંતું હાલ બ્રહ્મપુત્રમાં આવેલા પુરને કારણે નાના નાના ટાપુમાં ફેરવાઈ ગયું છે ,પુરમાં ફસાયેલા જાનવરોને સુરક્ષીત જગ્યાએ ખસેડવા સતત રેસ્ક્યૂ આપરેશન ચાલું જ છે.
આ પાર્કના મોટા ભાગમાં પાણી એટલી હદ સુધી ભરાયુ છે કે હાલ ત્યા મકાનનો ખાલી ઉપરનો થોડાડો ભાગજ જોઈ શકાય છે,જાનવરો પણ પાણીના સેલાબમાં તરીને પોતાના માટે સુરત્રીત જગ્યો શોધી રહ્યા છે,આવવા-જવાના રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થયા છે.
આસામમાં આવેલા કુદરતી પ્રકોપમાં સૌ કૌઈ પોતાની જાન બચાવવા મથી રહ્યું છે પરમતુ કુદરત સામે ઈન્સાન થી લઈને પશુઓ પણ લાચાર છે, માનવ અને પશુઓ ધરથી બે ધર બની ચુક્યા છે, પાણીના પ્રચંડ પ્રહારથી બચવા માટે લોકો પાતાના ઘરબાર છોડીને સુરત્રીત જગ્યાએ સ્થળાંતર કરી રહ્યા છે, ત્યારે આ રિસાયેલી કુદરત ક્યારે માનશે તે તો હવે ભગનાજ જાણે ,જાણે આસામમાં કુદરત નારાજ થઈને પોતાનો કહેર વરસાવતા હોય તેવું લાગી રહ્યું છે ,જુબાન માનવ થી માંડી ને બે જુબાજ પશુઓ પણ આ પ્રકોપ સામે જઝુમી રહ્યા છે, દરેક લોકો બસ ભગવાનથી પ્રાર્થના કરી રહ્યા છે કે બ્રહ્મપુત્ર નદીનો કહેર અટકી જાય અને આસામમાંથી પાણી ઓસરી જાય.