Site icon hindi.revoi.in

30 સપ્ટેમ્બર સુધીમાં અંતિમ વર્ષની પરીક્ષા આયોજીત કરો: SC

Social Share

યૂજીસીના નિર્ણયને યથાવત રાખતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અંતિમ વર્ષની પરીક્ષાઓ 30 સપ્ટેમ્બર સુધી યોજવામાં આવે. કોર્ટે કહ્યું હતું કે, રાજ્ય અંતિમ વર્ષની પરીક્ષાઓ વગર વિદ્યાર્થીઓને પ્રમોટ ના કરી શકે. આપને જણાવી દઇએ કે અનેક વિદ્યાર્થી સંગઠનોએ કોરોના સંકટને કારણે સંક્રમણની શક્યતા હોવાથી પરીક્ષા રદ્દ કરવાની માંગણી કરી હતી.

પ્રાપ્ત અહેવાલો અનુસાર, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રાજ્યોએ વિદ્યાર્થીઓને પ્રમોટ કરવા માટે પરીક્ષા આયોજીત કરવી જોઇએ. કોર્ટે વધુમાં કહ્યું હતું કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિનિયમ હેઠળ રાજ્યોમાં મહામારીને જોતા પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી શકે છે અને તારીખ નિર્ધારિત કરવા માટે યુજીસીની સલાહ લેવામાં આવી શકે છે.

જે રાજ્ય 30 સપ્ટેમ્બર સુધી અંતિમ વર્ષની પરીક્ષા યોજવા તૈયાર નથી, તેમણે યુજીસીને તેની જાણકારી આપવી પડશે. ન્યાયાધીશ અશોક ભૂષણની અધ્યક્ષતા હેઠળની ખંડપીઠે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો.

મહત્વનું છે કે, યુજીસીએ તર્ક આપ્યો હતો કે પરીક્ષા સ્ટુડન્ટ્સના શૈક્ષણિક ભવિષ્યની રક્ષા કરવા માટે યોજવામાં આવી રહી છે અને પરીક્ષાઓ વગર ડિગ્રી ન આપી શકાય.

(સંકેત)

Exit mobile version