- નૌસેનાની 3 મહિલા પાયલટ્સે મળી મોટી સફળતા
- ઓપરેશન મિશન માટે મળી પરવાનગી
- આ સફળતા મેલનારી ત્રણેય મહિલાઓ નેવીની પ્રથમ મહિલા પાયલોટ્સ છે
સમગ્ર દેશમાં હવે મહિલાઓ અનેક ક્ષેત્રમાં અગ્રીમતા મેળવી જોવા ણળે છે,એ પછી ઓફીસ વર્ક હોય મીડિયા લાઈન હોય કે ત્રણેય સેનામાંથી કોઈ એક સેના હોય. ત્યારે નૌસેનામાં પણ હવે મહિલાયઓનો દબદબો જોવા મળી રહ્યો છે, મહિલાઓ પણ આ ક્ષેત્રમાં કાર્ય કરતી જોવા મળે છે.
ભારતીય નેવીની ત્રણ મહિલા પાયલટ્સને ઓપરેશન મિશન માટે પરવાનગી મળી ચૂકી છે, જેમાં લેફ્ટિનેન્ટ દિવ્યા શર્મા , લેફ્ટિનેન્ટ શુભાંગી સ્વરુપ અને લેફ્ટિનેન્ટ શિવાંગની સમાવેશ થાય છે, આ ત્રણેય મહિલાઓ નેવીની પ્રથમ મહિલા પાયલોટ્સ છે કે જેમણે આ સફળતા પ્રાપ્ત કરી છે.
વિતેલા દિવસ ગુરુવારના રોજ ત્રણેય મહિલા પાઇલટ્સને કેરળના કોચ્ચિમાં ફ્લાઇંગ ટ્રેનિંગનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું, ઓપરેશનલ મિશન માટે તૈયાર થનારા ત્રણ પાઇલટ્સમાંના એક, લેફ્ટન્ટ શિવાંગી, 2 ડિસેમ્બર, 2019 ના રોજ પ્રથમ મહિલા નેવી પાઇલટ બન્યા હતા.
સાહીન-