Site icon hindi.revoi.in

Nobel Prize 2020: જેનિફર અને ઇમેન્યુઅલને રસાયણશાસ્ત્રમાં મળ્યો નોબેલ પુરસ્કાર

Social Share

નવી દિલ્લી: આ દિવસોમાં નોબેલ પુરુસ્કાર વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી છે. આજે રસાયણશાસ્ત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનારના નામોની ઘોષણા કરવામાં આવી છે. વર્ષ 2020 માટે રસાયણશાસ્ત્ર નોબેલ પુરુસ્કાર ઇમેન્યુઅલ કારપેન્ટીયર અને જેનિફર એ. ડૌડનાને જીનોમ એડીટીંગની રીત શોધવા બદલ પુરુસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

વર્ષ 2019 માટેના રસાયણશાસ્ત્રનું નોબલ પુરસ્કાર લીથિયમ આયન બેટરીની શોધ માટે ત્રણ વૈજ્ઞાનિકોને સંયુક્ત રીતે આપવામાં આવ્યું હતું. આ ત્રણ નામ જ્હોન બી ગુડઇનફ, એમ.સ્ટેનલી વિટંગમ અને અકીરા યોશિનો છે. 97 વર્ષના જ્હોન ગુડઇનફ અમેરિકન પ્રોફેસર છે અને આવી ઉંમરે નોબેલ મેળવનાર પ્રથમ વ્યક્તિ છે.

સ્ટોકહોમ સ્થિત કારોલિન્સ્કા સંસ્થામાં નિર્ણાયક દ્વારા આ ત્રણ વૈજ્ઞાનિકોના નામની જાહેરાત કરી હતી. નોબેલ પુરુસ્કાર હેઠળ સ્વર્ણ પદક, એક કરોડનો સ્વીડિશ ક્રોના (11 મિલિયન ડોલરથી વધુ) રકમ આપવામાં આવે છે. સ્વીડિશ ક્રોના એ સ્વીડનનું ચલણ છે. આ એવોર્ડ સ્વીડિશ વૈજ્ઞાનિક આલ્ફ્રેડ નોબેલના નામે આપવામાં આવે છે. નોબેલ પુરુસ્કાર વિજેતાઓને 8,23,71,000 રૂપિયા પુરુસ્કાર રકમ તરીકે મળશે.

બ્લેક હોલ્સ શું છે તેને સમજવાની દિશામાં કામ કરવા બદલ ત્રણ વૈજ્ઞાનિકોને વર્ષ 2020 માટે ભૌતિકશાસ્ત્રનું નોબલ પુરસ્કાર એનાયત કરાયો છે. આ ત્રણ વૈજ્ઞાનિકો રોજર પેનરોસે, રીનહાર્ડ ગેંઝેલ અને એન્ડ્રીઆ ધેઝ છે. આ ત્રણના નામની જાહેરાત આજે સ્ટોકહોમમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવી હતી. રોજર પેનરોસે યુકેના છે. રીનહાર્ડ ગેંઝેલ જર્મની અને એન્ડ્રીયા ઘેઝ અમેરિકાના રહેવાસી છે.

બ્રહ્માંડના રહસ્યોને ઉજાગર કરવામાં સૈદ્ધાંતિક કાર્ય કરનાર જેમ્સ પીબલ્સને અને સૌરમંડળની બહાર એક ગ્રહની શોધ કરનાર સ્વિસ ખગોળશાસ્ત્રીઓ માઇકલ મેયર અને ડિડીયર કુલોઝને ગયા વર્ષે નોબલ પુરુસ્કાર આપવામાં આવ્યો હતો. સોમવારે નોબેલ સમિતિએ તબીબી ક્ષેત્રના પુરસ્કારોના નામની જાહેરાત કરી હતી.

_Devanshi

Exit mobile version