Site icon hindi.revoi.in

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી માટે ખરાબ સમાચાર, 25 ધારાસભ્યોના ભાજપમા જોડાવાની શક્યતા!

Social Share

મુંબઈ: મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીને મોટો આંચકો લાગવાની શક્યતા છે. મહારાષ્ટ્ર સરકારના પ્રધાન ગિરીશ મહાજને દાવો કર્યો છે કે કોંગ્રેસઅ ને એનસીપીના 25 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે અને 17 જૂનથી શરૂ થનારા વિધાનસભા સત્ર પહેલા આ ધારાસભ્યો ભાજપમાં સામેલ થવાની શક્યતા છે.

આના સિવાય તેમણે મહારાષ્ટ્રને કોંગ્રેસ મુક્ત કરવાની પણ વાત કહી છે. તેમણે કહ્યુ છે કે તમામ 17 જૂન પહેલા ભાજપમાં સામેલ થઈ જશે અને આમ થવા પર મહારાષ્ટ્ર કોંગ્રેસ મુક્ત થઈ જશે.

ગિરીશ મહાજને આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રસ અને એનસીપીના દેખાવોને લઈને કહ્યુ છે કે આગામી ચૂંટણીમાં બંને પાર્ટીઓ સાથે મળીને પણ 50નો આંકડો પાર કરી શકશે નહીં.

મહત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્રમાં આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી થવાની સંભાવના છે. અહીં વિધાનસભાની કુલ 288 બેઠકો છે. ભાજપ અને શિવસેનાની મહાયુતિ અને કોંગ્રેસ-એનસીપીનું ગઠબંધન છે.

Exit mobile version