Site icon hindi.revoi.in

 આબોહવા પરિવર્તનના પડકાર સામે 24 ઉદ્યોગ એકમો સરકારને આપશે સાથ સહકાર – કરાર પર કર્યા હસ્તાક્ષર

Social Share

દિલ્હી -: પર્યાવરણ અને જળવાયું પરિવર્તન મંત્રી પ્રકાશ જાવડેકરે ઉદ્યોગકારોને આબોહવા સામેના અનેક પડકારોનો સામનો કરવા સરકાર સાથે કામ કરવા જણાવ્યું છે. ત્યારે હવે આ બાબતે 24 ખાનગી ઉદ્યોગો આ કાર્ય માટે મંત્રાલયને સાથ સહકાર આપવા સ્વૈચ્છિક રીતે સામે આવ્યા છે. આ કરાર સાથે સંકળાયેલા ઔદ્યોગિક ગૃહો દર વર્ષે આબોહવા પરિવર્તન મામલે થઈ રહેલાતમામ કાર્યાનો રિપોર્ટ પર્યાવરણ મંત્રાલયને સોંપશે.

વર્ચ્યૂઅલ ઈન્ડિયાના સીઈઓ ફોરમ અંતર્ગત ગુરુવારના રોજ દિલ્હીમાં ઔધોગિક એકમોના પ્રમુખો સાથેના કરા પર હસ્તાક્ષર કર્યા હતા, આ પ્રસંગે મંત્રી જાવડેકરે કહ્યું કે, ભારતક પેરિસ સમજોતા અંતર્ગત કરવામાં આવેલી જળવાયુ પરિવર્તનની પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવા અંગેની દિશામાં ખુબ ઝડપથી આગળ વધી રહ્યા છે.

પર્યાવરણ મામલે માત્ર સરકારી ક્ષત્રો જ નહી પરંતુવ પ્રાઈવેટ ક્ષેત્રો પણ હવે સરકાર સાથે સહકાર આપીને સાથે કામ કરવાની શરુઆત કરવા જઈ રહ્યું છે, આ મુદ્દે રિલાઈન્સ ઈન્ડસ્ટ્રીઝ,  ટેક મહિન્દ્રા, ડાલમિયા સિમેન્ટ, અંબુજા સિમેન્ટ, ડો રેડ્ડી, સન ફાર્મા અને અદાણી ટ્રાંસમિશન સહીતના કેટલાક કંપનીના સીઈઓએ પણ ભાગ લીધો છે.

આ સમગ્ર મામલે મંત્રી જાવડેકરે કહ્યું કે ભારત એવા કેટલાક દેશોમાંનો એક દેશ છે, કે જે તાપમાનને બે ડિગ્રી ઘટાડવા માટે અને જળવાયુ વપરિવર્તન માટે માત્ર સરકારી સ્તરે જ નહીં પણ ખાનગી સ્તર પર પણ અનેક નિર્ણાયક પગલા લઈ રહ્યું છે.

મંત્રીએ તેમણે કહ્યું કે આ અભિયાનમાં ખાનગી કંપનીઓની સ્વૈચ્છિક ભાગીદારીનું ઐતિહાસિક મહત્વ છે. આવનારા સમયમાં, આ સમજોતો દેશને હવામાન પલટાની સમસ્યાઓથી બચાવશે, સાથે સાથે અન્ય ઉદ્યોગોને પર્યાવરણને અનુકૂળ રહીને કાર્યો કરવાની પ્રેરણા આપશે.

સાહીન-

Exit mobile version