Site icon Revoi.in

2004ની બેચના આઈએફએસ અધિકારી વિવેક કુમાર બન્યા પીએમ મોદીના અંગત સચિવ

Social Share

ભારતીય વિદેશ વિભાગના અધિકારી વિવેક કુમારને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શુક્રવારે આ મામલામાં આદેશ જાહેર કરવામાં આવ્યો છે. વિવેક કુમાર હાલ પણ વડાપ્રધાન કાર્યાલયમાં જ કાર્યરત છે.

કેબિનેટની નિયુક્તિ સમિતિએ શુક્રવારે આ નિયુક્તિને મંજૂરી આપી છે. અંગત સચિવ પર વિવેક કુમારની નિયુક્તિ તેમના ચાર્જ લેવાના વખતથી ચાલુ થશે અને આગામી આદેશ સુધી ચાલુ રહેશે.
વિવેક કુમાર 2004ની બેચના આઈએફએસ અધિકારી છે. તેઓ 201માં જ વડાપ્રધાન કાર્યાલયમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે જોડાયા હતા. વિવેક કુમારના લિંકડિન એકાઉન્ટ પ્રમાણે, આના પહેલા તેઓ 2013-14 સુધી વિદેશ મંત્રાલયમાં કાર્યરત રહી ચુક્યા છે.

તેમણે રશિયાના મોસ્કોમાં પણ કામ કર્યું છે. તેમણે આઈઆઈટી બોમ્બેમાંથી બી.ટેકનો અભ્યાસ કર્યો છે. મહત્વપૂર્ણ છે કે આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજી ટર્મ માટે વડાપ્રધાન બન્યા બાદ પોતાના સ્ટાફમાં ઓછા પરિવર્તનો કર્યા હતા. ગત કાર્યકાળમાં પ્રિન્સિપલ સેક્રેટરી રહેલા નૃપેન્દ્ર મિશ્રને ફરી એકવાર જવાબદારી આપવામાં આવી છે, તો એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે પી. કે. મિશ્રાને જ કાર્યભાર આપવામાં આવ્યો છે.