Site icon hindi.revoi.in

AIIMSમાં કોવેક્સિનનું પરિક્ષણ – હ્યુમન ટ્રાયલ માટે નોંધણી કરાયેલા લોકોમાંથી 20 ટકા અસ્વસ્થ

Social Share

દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાની કોવેક્સિનના માનવ પરિક્ષણ માટે પોતાના નામની નોંધણી કરાવી હતી આ સમગ્ર નોંધણી કરાવનારા લોકોમાંથી અદાજે 20 ટકા લોકો અવા છે કે જેમનાવિરુધ પહેલાથી જ એન્ટિબોડી મળી આવ્યા છે,આ તમામ લોકોને હ્યુમન ટ્રાયલ માટે નાદુરસ્ત કરાર આપવામાં આવ્યો છે,ઉલ્લેખનીય છે કે દેશની પ્રથમ વેક્સિન કોવેક્સિનનું માનવ પર પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે,જેના માટે લોકોની પસંદગીલ થઈ રહી છે.

મળતી મનાહિતી મુજબ માનવ પરિક્ષણમાં ભાગ લેનારા લોકોની નોંધણી થયાને બે અઠવાડીયા પછી એઈમ્સ એ અંદાજે 80 વોલેન્ટિયર્સનું સ્ક્રિનિંગ કર્યું હતુ જેમાંથી 16 લોકો જ એવા મળી આવ્યા છે કે જે આ વેક્સિનના હ્યુમન ટ્રાયલ માટે સક્ષમ છે,એઈમ્સમાં 100 લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આનવાર છે,આ વેક્સિનના પ્રથમ ડોઝ આપ્યા બાદ તે તમામને આગલા 15 દિવસ સુધી ઓબેઝર્વેશન હેઠળ રાખવામાં આવશે.

આ હ્યુમન ટ્રાયલમાં 18 થી 55 વર્ષના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે,આ લોકોમાં હ્દય ,કિડની કે ફે્ફ્સાની કોઈ પણ પ્રકારની બિમારી નહી હોવી જોઈએ તે જરુરી છે,આ સાથે જ ડાયાબિટિસ કે પછી હાઈપરટેન્શનની ફરીયાદ પણ નહી હોવી જોઈએ.કોવેક્સિનના હ્યુમન ટ્રાયલમાં સામેલ થતા પહેલા જે તે વોલેન્ટિયર્સનું દરેક પ્રકારે ચેકઅપ કરવામાં આવશે,જેમાં લીવર,કિડની,કોરોના અને રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરવામાં આવશે.

આ ટ્રાયલ સાથે જોડાયેલા એક સીનિયર ડોકટરે જણાવ્યું હતું કે”,રિઝેક્શન રેટ વધુ છે કારણ કે ટ્રાયલમાં એ લોકોને લઈ શકાય જે તંદુરસ્ત છે,અંદાજે 20 ટકા વોલેન્ટિયર્સમાં પહેલાથી જ એન્ટિબોડી મળી આવ્યા છે,તેનો અર્થ એ છે કે,તેઓ પહેલા કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે.તે સિવાયના લોકોનું લીવર અને કિડની ફંક્શન એટલું શ્રેષ્ઠ નથી,એન્ટિબોડી જણાવે છે કે,જે તે વ્યક્તિ પહેલાથી જ આ વોયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે,અને સાજા પણ થઈ ચૂક્યા છે.આ પ્રકારના લોકોમાં વેક્સિનનું ટ્રાયલ કરવું મુશ્કેલ છે”

ઉલ્લેખનીય છે કે,AIIMSને 3500 આવેદન મળ્યા હતા,જેમાં લોકોએ પોતાના પર કોવેક્સિનનું ટ્રાયલ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, વિતેલા મહિનાની 24 તારીખે એક વ્યક્તિને કોવેક્સિનનો પ્રથમ ડ઼ોઝ આપવામાં આવ્યો હતો.ઈન્જેક્શનના માધ્યમથી 0.5 એમએલ કોવેક્સિન આપવામાં આવી હતી તે વાતને એક અઠવાડીયા જેટલો સમય વિતી ગયો છે, જો કે, હજી સુધી કોઈ ફરિયાદ જણાય નથી અને આવનારા શુક્રવાર સુધી હજી તે વ્યક્તિને ઓબ્ઝર્વેશન હેઠળ રખાશે ત્યાર બાદ તેની તબિયત સ્વસ્થ જણાશે તો બીજો વેક્સિનનો ડોઝ આપવામાં આવશે.

સાહીન-

Exit mobile version