આજે જ્યારે સંસદમાં બજેટ રજુ થઈ ચુક્યુ છે ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટમાં TDSની વાત કરી છે જેમાં જો કોઈ પણ વ્યક્તિ આખા વર્ષમાં બેંકમાંથી એક કરોડથી વધારે રુપિયા ઉપાડશે તો તેમાં 2 ટકા TDS લગાવવામાં આવશે. એટલે કે વર્ષભરમાં કરોડ રુપિયાનો ઉપાડ કરવા પર 2 લાખ રુપિયા ટેક્સ સરકારને આપણે ચુકવવો પડશે અને આમ કરવાનું કારણ એ છે કે દરેક બિઝનેસમાં કેશ પેમેન્ટ કરવાની પ્રવૂત્તિમાં વધારો થાય જેને લઈ ને નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં જાહેર કર્યુ છે કે કોઈ પણ ખાતાધારાક જો બેંકમાંથી એક વર્ષની અંદર એક કરોડ રપિયા ઉપાડશે તો TDS 2 ટકા કાપવામાં આવશે એટલે કે એક કરોડ રુપિયાની પાછળ આપણે 2 લાખ સરકારને ચુકવવાના રહેશે.
કેન્દ્ર સરકારના આ નિર્ણય પર બિઝનેસ કરનારા લોકોનું કેશમાં લેદડ દેવડ ઓછી થયે અને ઓનલાઈન પેમેન્ટ કરવાની પધ્ધતીમા અતિશય વધારો થતો જોવા મળશે જેના કારણએ જ આ 2 ટકા TDS લાગું પાડવામાં આવ્યો છે આ TDS લગાવવાના કારણે બિઝનેસ કરતા લોકો જે પૈસા આપવા લેવાની બાબતમાં આનાકાની કે પછી પૈસા પેમેન્ટ કરવાના સમયમાં અનિયમિતતા વાપરે છે તેમાં સુધારો જોવા મળશે. TDS લગાવીને કેન્દ્ર સરકારે ભ્રષ્ટાચાર સામે એક નવો પડકાર ફેક્યો છે આ નિર્ણયને કારણે ભ્રષ્ટાચાર ઓછો થાય તેવી શક્યતા રહેલી છે કેશલેસ સિસ્ટમ ભારત માટે ખુબજ સારી વાત સાબિત શથે અને ગ્રાહકોએ બેંકમાં લાઈનમાં ઊભા રહેવાની, કાર્ડ સ્ક્રેચ કરવાની કે પછી એટેમની લાઈનમાં ઊભા રહેવાની જરુર નહી પડે અને આસાનીથી તેને પેમેન્ટ કરી પણ શકશો ખાસ કરીને જ્યારે તમે મુસાફરીમાં હોવ ત્યારે આ સિસ્ટમ તમને ફાયદાકારક સાબિત શથે આ કેશલેસ સિસ્ટમથી અનેક રીતે ફાયદોઓ થશે.
ઓનલાઈન પેમેન્ટથી ગમે ત્યા અને ગમે ત્યારે આર્થિક વ્વહાર કરી શકાય છે ,શોપિંગ કે પછી દરેક વસ્તુના બિલ ભરવા આ તમામ બાબત આસાનીથી કરી શકાશે સાથે સાથે સમયની બચત પણ થશે ફોન અને કમ્પ્યૂટરમાં આ સુવિધાઓ હાજર હોવાથી તમે તદ્દન સરળતાથી તેનો લાભ લઈ શકો છો ઓનલાઈન ટ્રાંજેક્શનના કારણે સરકાર પાસે એક એક રુપિયાનો હિસાબ રહેશે જેથી કરીને ભ્રષ્ટાચારને મુળમાંથી નાબુદ કરી શકાશે.