Site icon Revoi.in

આસામમાં ભૂકંપના આચંકા અનુભવાયા – રિક્ટર સ્કેલ પર 2.7 તીવ્રતા નોંધાઈ

Social Share

દિલ્હી – વિતેલા વર્ષ દરમિયાન દેશના જુદા જુદા વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓ આવવાની અનેક વખત ઘટના બનવા પામી છે, ત્યાર બાદ ચાલુ વર્ષ દરમિયાન પણ દિલ્હી અને પહાડી વિસ્તારો સહીતમાં અનેક વખત ભૂકંપના આંચકાઓ આવ્યા હતા, ત્યારે  આજ રોજ સવારમાં આસામમાં ભૂકંપના આચંકા અનુભવાયા છે.

મળતી માહિતી પ્રમાણે આસામના તિનસુકિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર  આ ભૂકંપની તિવીરતા 2.7 નોંધવામાં આવી છે. આજ રોજ મંગવાળે વહેલી સવારે 3:42 વાગ્યે આ ભૂકંપ આંચકા અનુભવાયા હોવાની માહિતી મળી આવી છે.

આ સમગ્ર મામલે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી પુષ્ટિ કરવામાં આવી છે.જો કે આ આચંકા સામાન્ય હતા, આ ભૂકંપને કારણે જાન-માલે  નુકસાન થયું નથી, પરંતું વહેલી સવારે  લોકો ઘરમાં સુતા હતા ત્યારે ખ્યાલ આવ્યો હતો કે ભૂકંપના આંચકા અનુભવાયા છે.

સાહિન-