આખી દુનિયામાં શુક્રવારે દેશી ભાષાઓનો આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવ્યો. ભાષા કોઈપણ સંસ્કૃતિનું મહત્વપૂર્ણ અંગ છે. માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર વિલુપ્ત થતી ભાષાઓને લઈને જાગરૂકતાનો પ્રયાસ જરૂરી છે. દુનિયાભરમાં લગભગ 7000 ભાષાઓ છે.
ભારતમાં હાલ લગભગ 450 જીવિત ભાષાઓ છે. દેશની આ સમૃદ્ધ ભાષાઓનો વારસો ગર્વ કરવાને લાયક છે. પરંતુ ચિંતાની વાત છે કે આપણાદેશની 10 ભાષાઓ એવી છે કે જેના જાણકારો 100થી પણ ઓછા લોકો બચ્યા છે. આ ભાષાઓમાં મોટાભાગની ભાષાઓ મૂળ નિવાસીઓ દ્વારા બોલવામાં આવે છે, પરંતુ આ ભાષાઓ ખતરનાક ઢંગથી વિલુપ્ત થઈ રહી છે.
81 ભારતીય ભાષાઓની સ્થિતિ ઘણી સારી નથી. જેમા મણિપુરી, બોડો, ગઢવાલી, લડાખી, મિઝો, શેરપા અને સ્પિતિ સામેલ છે. પરંતુ આ તમામ ભાષાઓ હાલ કમજોરની શ્રેણીમાં છે. તેને બચાવી રાખવા માટે સંગઠિત પ્રયાસ કરવાની જરૂરત છે.
દુનિયાના ખતરામાં પડેલી ભાષાઓને યૂનેસ્કો એટલાસના ઓનલાઈન ચેપ્ટર પ્રમાણે, ભારતની 197 ભાષાઓ એવી છે કે જે અસુરક્ષિત, લુપ્તપ્રાય અથવા વિલુપ્ત થઈ ચુકી છે.
વિલુપ્ત થઈ રહેલી ભાષાઓમાં અહોમ, એન્ડ્રો, રંગકાસ, સેંગમઈ, તોલચા અને અન્ય સામેલ છે. આ તમામ ભાષાઓ હિમાલયન બેલ્ટમાં બોલવામાં આવે છે.
યૂનેસ્કો પ્રમાણે, દુનિયાની લગભગ 97 ટકા વસ્તી આમાથી માત્ર ચાર ટકા ભાષાઓની જાણકારી ધરાવે છે. જ્યારે દુનિયાના માત્ર ટકા લોકો બાકીની 96 ટકા ભાષાઓની જાણકારી ધરાવે છે.
મૂળ નિવાસીઓ દ્વારા બોલવામાં આવતી હજારો ભાષો વિલુપ્ત થવાની અણિ પર છે. ઈન્ટરનેશનલ ઈયર ઓફ ઈન્ડિજીનિયસ લેંગ્વેજ એટલે કે દેશી ભાષાઓના આંતરરાષ્ટ્રીય દિવસ પર વિશેષજ્ઞોએ કહ્યુ છે કે આપણે સદીઓથી જૂની ભાષાઓને વિલુપ્ત થવાથી રોકવાની જરૂરત છે.