Site icon hindi.revoi.in

પુરમાં ફસાયેલા 183 વિદ્યાર્થીઓને બચાવાયાઃ હોસ્ટેલના અધ્યક્ષ સામે કાર્યવાહી કરાશે

Social Share

મધ્ય પ્રદેશમાં પુરની સ્થિતી

183 વિદ્યાર્થીઓનું રેસ્ક્યું ઓપરેશન

હોસ્ટેલના અધ્યક્ષ ઘટના સમયે ગેરહાજર

અધ્યક્ષ પર થશે કાર્યવાહી

મધ્ય પ્રદેશઃ-રાજ્યભરમાં પુરની સ્થિતી વકરી છે ત્યારે  ખંડવામાં આવેલા પુરમાં 183 વિદ્યાર્થીઓ ફસાયા હતા જેમને રેસ્ક્યું ઓપરેશન કરીને બચાવી લેવામાં આવ્યા છે ,  વિદ્યાર્થીઓ કન્યા છાત્રાલયના પરિસરમાં રહેતા હતા ત્યારે સોમવારના રોજ આ  છાત્રાલય પુરના પાણી  ગરકાવ થતા આ તમામ વિદ્યાર્થીઓ પુરના પાણીમાં  ફસાયા હતા ત્યારે  સંકટના સમયે જ હોસ્ટેલના અધ્યક્ષ ઘટના સ્થળે હાજર ન હતા ,સીઓ સુરેશ ચંદ્રે કહ્યું કે હોસ્ટેલના અધ્યક્ષ હાજર ન રહેતા તેઓ સામે કડક પગલા લેવામાં આવશે.

છેલ્લા કેટલાક દિવસથી મધ્ય પ્રદેશમાં કુદરતી આફત આવી છે, ભારે વરસેલા વરસાદના કારણે નદી-નાળાઓ છલકાયા હતા જેનું પાણી પુરના સ્વરુપે ફરી વળતા લોકોનું જનજીવન અસ્ત વ્યસ્ત બન્યું છે ત્યારે શાજાપુર જીલ્લામાં એક દંપતિએ ઝાડ પર ચઢીને પોતાના જીવ બચાવ્યા હતા તો વળી રાજગઢમાં અંતિમ સંસ્કાર વખતે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

રાજ્યભરમાં શુક્રવારથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે જેમાં સીહોરની કુલાંસ નદી, રાજગઢની નેવજ નદી,કાલીસિંધ અને સૂડક નદી તથા પાર્વતી નદીનું જળસ્તર વધતા નદીના પાણી અનેક ઘરોમાં ઘુસી ગયા હતા ત્યારે સાજાપુરમાં તળાવની પારી તૂટતા ગામમાં પુરની સ્થિતી સર્જાય છે.  શાજાપુરના જીલ્લા અધિકારીએ વીરેન્દ્ર સિંહ રાવતે જણાવ્યું કે “ તળાવનો ક ભાગ તૂટી જવાના કારણે ગામ પાણીમાં ગરકા થયું છે ,લોકોને સુરક્ષીત રાખવા સ્થાનિક બચાવદળ સાથે એનડીઆરએફની મદદ લેવામાં આવી છે ને દરેક લોકોને સુરક્ષીત બચાવી લેવાયા છે

Exit mobile version