1. Home
  2. revoinews
  3. દેશમાં કોરોનાએ તોડ્યો રેકોર્ડ- છેલ્લા 24 કલાકમાં નોંધાયા 17 હજાર નવા કેસો
દેશમાં કોરોનાએ તોડ્યો રેકોર્ડ- છેલ્લા 24 કલાકમાં નોંધાયા 17 હજાર નવા કેસો

દેશમાં કોરોનાએ તોડ્યો રેકોર્ડ- છેલ્લા 24 કલાકમાં નોંધાયા 17 હજાર નવા કેસો

0
  • દેશમાં કોરોનાનો કહેર
  • 24 કલાકમાં 17 હજાર નવા કેસો
  • કુલ કેસ 4 લાખ 73 હજાર 105

સમગ્ર દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધતી રહી છે,સ્વાસ્થ્ય મંત્રાલય દ્રારા ગુરુવારના રોજ રજુ કરવામાં આવેલ અપડેટ પ્રમાણે દેશભરમાં કતોરોનાના કુલ કેસની સંખ્યા 4 લાખ 73 હજારને 105 થઈ છે,જેમાં 14 હજાર 894 લોકોના મોત થયા છે,જ્યારે આ સમગ્ર સંખ્યા વચ્ચે 2 લાખ 712 હજાર દર્દીઓ સાજા પણ થયા છે,જ્યારે હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 1 લાખ 86 હજાર છે.

જો છેલ્લા 24 કલાકમની વાત કરીએ તો,16 હજાર 922 નવા કેસો નોંધાયા છે.તો સામે 418 લોકોએ જીવ ગુમાવ્યા છે,આઈસીએમઆરના આંકડા પ્રમાણે દેશભરમાં અત્યાર સુધી 75 લાખ 60 હજાર 782 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.જેમાં વિતેલા 24 કલાકમાં જ 2 લાખ 7 હજાર 871 લોકોના રિપોર્ટ કરાવવામાં આવ્યા છે,

તો બીજી તરફ તમિલનાડુમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 67 હજારથી પણ વધુ થઈ ચૂકી છે,જેમાં 866 લોકોના મોત થઆ ચૂક્યા છે,જ્યારે 37 હજારથી પણ વધુ લોકો સાજા થયા છે,ત્યારે હાલના એક્ટિવ કેસોની સંખ્યા 28 હજારથી વધુ છે.

જો ગુજરાતની વાત કરીએ તો કોરોનાના દર્દીઓની સંખ્યા 29 હજાર છે,જેમાં 1735 લોકો કોરોનાના કારણે જીવ ગુમાવી ચૂક્યા છેજ્યારે હાલ એક્ટિવ કેસોની સંખ્યા 6120 જ છે.

ઉત્તર પ્રદેશમાં કોરોનાના કેસની સંખ્યા ખુબઝ ઝડપથી વધી રહી છે,અહી દર્દીઓની સંખ્યા 19 હજાર 557 થઈ ચૂકી છે,જ્માં 596 લોકોના મોત થયા છે,જ્યારે સાજા થનારીની સંખ્યા 12 હજારથી વધુ છે,ત્યારેલ હાલ અહી એક્ટિવ કેસોની સંખ્યા 6375 છે.

મહારાષ્ટચ્રમાં કોરોનાના કેસની સંખ્યા 1 લાખ 42 હજાર 900 છે,જેમાંથી 6739 લોકોના મોત થઈ ચૂક્યા છે,તો સામે 73 હજારથી વધુ લોકો સાજા પણ થયા છે,ત્યારે હાલ મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસોની સંખ્યા 62 હજારથી પણ વધુ છે.

ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસની સંખ્યા 70 હજારનો આંકડો વટાવી ચૂકી છે,જેમાં 2365 લોકોના મોત થયા છે,જ્યારે હાલના કેસની સંખ્યા 26 હજાર છે.ત્યારે હવે કોરોનાને લઈને સમગ્ર દેશમાં ચિંતાની સ્થિતિ સર્જાય છે.છેલ્લા 24 કલાકમાં જ કોરોનાના 17 હજાર જેટલા નવા કેસ સામે આવ્યા છે.

sahin-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.