Site icon hindi.revoi.in

ભાજપે જાહેર કરી ઉમેદવારોની 14મી યાદી, અત્યાર સુધીમાં 329 ઉમેદવારોનું કરાયું છે એલાન

Social Share

ભાજપે સોમવારે લોકસભા ચૂંટણી માટેના ઉમેદવારોની 14મી યાદી જાહેર કરી છે. 14મી યાદીમાં માત્ર ત્રણ બેઠકો પર ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે અને આ ત્રણેય બેઠકો ઓડિશાની છે. ભાજપે મયૂરભાંજ લોકસભા બેઠક પરથી બિશ્વેશ્વર ટુડૂ, ભદ્રકથી અભિમન્યૂ સેઠી અને જાજપુરથી અમિયા મલિકને ટિકિટ આપી છે.

ભાજપ દ્વારા અથ્યાર સુધીમાં ઉમેદવારોની 14 યાદી બહાર પાડવામાં આવી છે અને તેમા 329 લોકસભા બેઠકો પર ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે. પહેલા લિસ્ટમાં સૌથી વધુ 184, ત્રીજા લિસ્ટમાં 36 અને 10મા લિસ્ટમાં 39 ઉમેદવારોના નામનું એલાન કરવામાં આવ્યું હતું.

14મી યાદી જાહેર થવા સુધીમાં હજી સુધી દિલ્હી, પંજાબ, અને હરિયાણાના એકપણ ઉમેદવારના નામનું એલાન કર્યું નથી. આ સિવાય યુપી અને મધ્યપ્રદેશની ખાસી બેઠકો પર ઉમેદવારોના નામનું એલાન થવાનું બાકી છે. ગુજરાતની પણ કેટલીક બેઠકો પર ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. જો કે બિહાર, છત્તીસગઢ, તમિલનાડુ જેવા રાજ્યોમાં ભાજપે ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે.

Exit mobile version