Site icon hindi.revoi.in

હિંદી દિવસ : ભારત સિવાય અન્ય ક્યાં દેશોમાં બોલાય છે હિંદી, જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

Social Share

નવી દિલ્હી : દર વર્ષે 14 સપ્ટેમ્બરે હિંદી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે 1950માં ભારતની બંધારણીય સભામાં દેવનાગરી લિપિમાં હિંદીને રાષ્ટ્રની રાજભાષાનો દરજ્જો આપવામાં આવ્યો હતો.
દેશભરના લગભગ 40 ટકા લોકો દ્વારા બોલવામાં આવતી રાજભાષા હિંદી બંધારણની છઠ્ઠી યાદીમાં સામેલ 22 ભાષાઓમાંથી સૌથી વધારે બોલવામાં આવતી ભાષા છે. ભારત સરકારે રાજભાષાને પ્રોત્સાહન આવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલા પણ ઉઠાવ્યા છે અને આંતરરાષ્ટ્રીય મંચો પર પણ હિંદીનો ઉપયોગ થઈ રહી છે.

ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ દિશામાં પહેલ કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં હિંદીમાં તેમના ભાષણને આજે પણ યાદ કરવામાં આવે છે. તેમણે કહ્યુ હતુ કે હું ભારતની જનતા તરફથી રાષ્ટ્ર સંઘ માટે શુભકામનાઓનો સંદેશ લાવ્યો છું. મહાસભાના 32મા અધિવેશનના પ્રસંગ પર હું રાષ્ટ્ર સંઘમાં ભારતની દ્રઢ આસ્થાને ફરીથી વ્યક્ત કરવા ચાહું છું. જનતા સરકારને શાસનની બાગડોર સંભાળ્યાને માત્ર છ માસ થયા છે. તેમ છતાં પણ આટલા ઓછા સમયમાં અમારી સિદ્ધિઓ ઉલ્લેખનીય છે. ભારતમાં મૂળભૂત માનવાધિકાર ફરીથી પ્રતિષ્ઠિત થઈ ગયો છે.

હિંદી ભાષા ભારતની સત્તાવાર ભાષા અને સંયુક્ત અરબ અમીરાતમાં માન્યતા પ્રાપ્ત લઘુમતી ભાષા છે. આ લગભગ 42.5 કરોડ લોકોની પહેલી ભાષા છે અને 12 કરોડ લોકોની બીજી ભાષા છે. હિંદીનું નામ ફારસી શબ્દ હિંદ પરથી પડયું છે, તેનો અર્થ છે સિંધુ નદીની ભૂમિ. ફારસી બોલનારા તુર્ક જેમણે ગંગાના મેદાન અને પંજાબ પર આક્રમણ કર્યું, 11મી સદીની શરૂઆતમાં સિંધુ નદીના કિનારે બોલવામાં આવતી ભાષાનું નામ હિંદી હતું. ભારત સિવાય મોરેશિયસ, સૂરીનામ, નેપાળ, ત્રિનિદાદ અને ટોબેગો, સંયુક્ત રાજ્ય અમેરિકા અને દક્ષિણ આફ્રિકા સહીત અન્ય દેશોમાં પણ હિંદી બોલવામાં આવે છે.

Exit mobile version